Get The App

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીના સમર્થનમાં સુરતની મહિલાઓએ PM મોદીને પત્રો લખી કરી ન્યાયની માગ

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીના સમર્થનમાં સુરતની મહિલાઓએ PM મોદીને પત્રો લખી કરી ન્યાયની માગ 1 - image


Amreli Letter Scandal: ગુજરાતના અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું હતું. જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી રહ્યા છે. આ કડીમાં હવે સુરતની 200 જેટલી મહિલાઓ પણ પાયલ ગોટીના સમર્થનમાં આવી છે. સુરતની મહિલાઓએ વડાપ્રધાનને પત્ર લખી પાયલ માટે ન્યાયની માગ કરી છે.

આ પણ વાંચોઃ 'અફસોસ છે હાલ પરિણામ ન મળ્યું...' અમરેલીમાં પરેશ ધાનાણીએ રાષ્ટ્રગીત સાથે ધરણાં પૂર્ણ કર્યા

200 મહિલાઓએ વડાપ્રધાનને પત્ર લખી કરી માગ

સુરતની 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પાયલ ગોટી પર લાગેલા આરોપ પર જાહેરમાં ખુલાસો કરવા માગ કરી છે. આ સિવાય પત્રમાં પાયલ ગોટીના આરોપોની તપાસ માટે તમામ સીસીટીવી તપાસ કરી યોગ્ય તપાસની માગ કરવામાં આવી છે. આ સિવાય પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં ખુલાસો માગવામાં આવ્યો છે કે, દીકરીનું સરઘસ કેમ કાઢવામાં આવ્યું અને અડધી રાત્રે તેની ધરપકડ કેમ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. તમામ 200 જેટલી મહિલાઓએ પત્રમાં લખેલી માગ પૂરી ન થાય તો સ્વાભિમાન મિશનની ચિમકી પણ ઉચ્ચારી છે. 

આ પણ વાંચોઃ પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી, કહ્યું- 'અત્યારે નહીં સવારે લઈ જજો'

શું હતી સમગ્ર ઘટના? 

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. 



Google NewsGoogle News