Get The App

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, આજે પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણ મનાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરની મુલાકાત કરશે

અમદાવાદના વિખ્યાત જગ્નનાથ મંદિરમાં પૂજા પણ કરશે

Updated: Jan 14th, 2023


Google NewsGoogle News
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, આજે પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણ મનાવશે 1 - image
Image : Amitshah  twitter

આજે ગુજરાત સહિત દેશભરમાં ઉત્તરાયણના તહેવારની રંગેચગે ઉજવણી થશે. ગુજરાતમાં ઉત્તરાયણનું અનેરુ મહત્વ છે અને અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર ખાસ રીતે ઉજવવામાં આવે છે. આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પરિવાર અને કાર્યકરો સાથે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવશે. ગઈકાલે મોડી રાત્રે અમિત શાહ અમદાવાદ પહોચ્યા હતા.

જગ્નનાથ મંદિરમાં પૂજા પણ કરશે

આજે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ધામધુમથી મકરસક્રાંતીનો તહેવાર ઉજવાશે. આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના પર્વ માટે ગુજરાતાના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી પોતાના પરિવાર અને કાર્યકરો સાથે કરે છે. આજે પણ તે ગુજરાતમાં પોતાના પરિવારના સભ્યો અને કાર્યકરો સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરશે. અમિત શાહ અમદાવાદના જગવિખ્યાત જગ્નનાથ મંદિરમાં પૂજા પણ કરશે. 

સંસદીય વિસ્તારના કાર્યકર સાથે પતંગ ચગાવશે

અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગના ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. આ વખતે તેઓ બે દિવસની રજાઓમાં ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના કલોલમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવા માટે તેઓ ગઈકાલે જ અમદાવાદ પહોંચી ગયા હતા. આજે તેઓ પરિવાર અને કાર્યકર સાથે પતંગ ચગાવાની મજા માણશે. આજે બપોર બાદ તે સંસદીય વિસ્તાર કલોલમાં મુલાકાત કરશે. આ ઉપરાંત આવતીકાલે તેઓ ગાંધીનગર ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે.


Google NewsGoogle News