Get The App

સોલાર એનર્જીની વાત વચ્ચે મ્યુનિ.હોસ્પિટલમાં જનરેટર સિસ્ટમ સમયસર શરુ થતી નથી

એલ.જી.હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાય તો જનરેટર મેન્યુઅલી ઓપરેટ કરવું પડે છે

Updated: Mar 18th, 2025


Google News
Google News

    સોલાર એનર્જીની વાત વચ્ચે  મ્યુનિ.હોસ્પિટલમાં જનરેટર સિસ્ટમ સમયસર શરુ થતી નથી 1 - image 

  અમદાવાદ,સોમવાર,17 માર્ચ,2025

મ્યુનિસિપલ વહીવટી તંત્ર દ્વારા સોલાર એનર્જીનો મહત્તમ ઉપયોગ કરવાની વાતો જ કરાય છે.વાસ્તવિકતા એ છે કે મ્યુનિ.હોસ્પિટલમાં જનરેટર સિસ્ટમ પણ સમયસર શરુ થતી નથી.એલ.જી.હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાય તો જનરેટર પણ મેન્યુઅલી ઓપરેટ કરવુ પડે એવી પરિસ્થિતિ છે.

મ્યુનિ.સંચાલિત એલ.જી.હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાય તે પરિસ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મોબાઈલ ફોનની ટોર્ચ ચાલુ કરવાની ફરજ પડે છે.રવિવારે એલ.જી.હોસ્પિટલમાં બપોરના સમયે પંદર મિનીટ સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો.વિપક્ષનેતાએ આક્ષેપ કરતા કહયુ, શહેરની અન્ય ખાનગી હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાવાની સ્થિતિમાં ઓટોમેટીક જનરેટર શરુ થઈ જતા હોય છે.એલ.જી.હોસ્પિટલમાં હાલમાં પણ જનરેટર મેન્યુઅલી ઓપરેટ થાય છે.હોસ્પિટલમાં દર્દીઓને બેસવાની પણ પુરતી વ્યવસ્થા કરાઈ નથી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ રુપિયા ૧૫ હજાર કરોડથી વધુનુ વાર્ષિક બજેટ હોવા છતાં મ્યુનિ,હોસ્પિટલમાં સોલાર સિસ્ટમ સહીતની આધુનિક સુવિધાનો અભાવ જોવા મળે છે.

મ્યુનિ.હોસ્પિટલોનું વાર્ષિક વીજબીલ ૧૮ કરોડ

હોસ્પિટલ      વીજ બીલ(કરોડમાં)

એસ.વી.પી.     ૯.૩૩

એલ.જી.        ૪.૩૩

શારદાબહેન    ૧.૭૮

વિવિધ હોસ્ટેલ   ૩.૪૪

Tags :
AMCworkpolicy

Google News
Google News