૪૪ ડીગ્રીથી વધુ ગરમીની વચ્ચે અમદાવાદમાં ગરમી સંબંધિત બિમારીના એક દિવસમાં ૨૮૦ કેસ
પેટની બિમારીને લગતા સૌથી વધુ ૧૭૭, હાઈફીવરના ૨૧ દર્દી નોંધાયા
અમદાવાદ,શનિવાર,18 મે,2024
અમદાવાદમાં ઉનાળો આકરો બની રહયો છે.શનિવારે મહત્તમ તાપમાન
૪૪ ડીગ્રીથી પણ ઉપર નોંધાયુ હતુ. કાળઝાળ ગરમીની વચ્ચે શહેરમાં ગરમી સંબંધિત
બિમારીના એક દિવસમાં ૨૮૦ કેસ નોંધાયા હતા. પેટની બિમારીને લગતા સૌથી વધુ ૧૭૭ કેસ
નોંધાયા હતા.જયારે હાઈફીવરના ૨૧ દર્દી નોંધાયા હતા.
મે મહિનો શહેરીજનોને ગરમીથી અકળાવી રહયો છે.દિવસનુ તાપમાન
૪૪ ડીગ્રી સેલ્સિયસના આંકને વટાવી ગયુ છે. આ પરિસ્થિતિમાં લોકો ગરમી સંબંધિત વિવિધ
બિમારીનો ભોગ બની રહયા છે. પેટમાં દુખાવાની ફરિયાદ ઉપરાંત સર્વાઈકલ હેડેકના બે કેસ
નોંધાયા હતા.૬૩ કેસ અનનોન પ્રોબ્લેમના નોંધાયા હતા.મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત
હોસ્પિટલમાં ગરમી સંબંધિત બિમારીના ૧૭ દર્દીને સારવાર આપવામાં આવી હતી.મે મહિનાના
આરંભથી ૧૭ મે સુધીમાં ૪૧૩૧ દર્દીને ૧૦૮ દ્વારા ગરમી સંબંધિત બિમારીની સારવાર અપાઈ
હતી.મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં કુલ ૨૧૬ દર્દીને સારવાર અપાઈ હતી.