Get The App

અમદાવાદવાસીઓ માટે AMCની નવી યોજના, સોલર લગાવનારા નાગરિકોને ટેક્સમાં 10 ટકા રિબેટ અપાશે

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
અમદાવાદવાસીઓ માટે AMCની નવી યોજના, સોલર લગાવનારા નાગરિકોને ટેક્સમાં 10 ટકા રિબેટ અપાશે 1 - image


Ahmedabad News : એર ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રૂ.425.83 કરોડનો ખર્ચ કરાયો હોવા છતાં શહેરમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો નોંધાયો હોવાનું સામે આવ્યું છે, ત્યારે શહેરમાં પ્રદૂષણ ઓછું થાય તે માટે AMC દ્વારા નવી યોજના શરૂ કરવાને લઈને રેવન્યુ કમિટીમાં નિર્ણય કરાયો છે. 

પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા AMCની નવી યોજના

ધમધમતા અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે AMC દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં રહેતા સ્થાનિકોના ઘરના ધાબા પર બગીચો, પર્કોલેટિંગ વેલ અને એક કિલોગ્રામ વોટનું સોલાર લગાવનારા નાગરિકોને ટેક્સમાં 10 ટકા રિબેટ આપવામાં આવશે. જ્યારે AMCએ જણાવ્યું હતું કે, 'નાગરિકો દ્વારા આ ત્રણેય પ્રકારની બાબતોનું પાલન કરાશે તો તેમને નાણાકીય વર્ષમાં યોજનાનો લાભ મળશે. જ્યારે ફ્લેટ ધારકો માટે વિચારણા કરવામાં આવશે.'

આ પણ વાંચો: હાપાના જલારામ મંદિરમાં 111 પ્રકારના રોટલાના અન્નકૂટનો કાર્યક્રમ યોજાયો

અગાઉ AMC દ્વારા ફક્ત બે મહિના પૂરતી આ પ્રકારની યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારે 37 અરજીઓ મળી હતી, જેમાંથી તંત્રએ એક અરજી માન્ય રાખી હતી. 


Google NewsGoogle News