હવાના પ્રદૂષણને ઘટાડવા AMCનો નિર્ણય, 81 સ્થળે ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન બનાવાશે

પીપીપી બેઝ ઉપર ચાર્જિંગ સ્ટેશન બનાવવા મ્યુનિસિપલ તંત્ર જંત્રી મુજબ પ્રતિ સ્ક્વેર મીટર ભાડું વસૂલશે

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
હવાના પ્રદૂષણને ઘટાડવા AMCનો નિર્ણય, 81 સ્થળે ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન બનાવાશે 1 - image


Gujarat News : અમદાવાદના હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા તેમજ ઈલેક્ટ્રિક વાહનનો વપરાશ વધારવા શહેરમાં વધુ 81 સ્થળે ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. પબ્લિક  પ્રાઈવેટ પાર્ટનર્શીપ બેઝ ઉપર ચાર્જિંગ સ્ટેશન બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન જંત્રી મુજબ પ્રતિ સ્ક્વેર મીટર જગ્યાનુ ભાડુ વસૂલ કરશે. દર વર્ષે જગ્યાના ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવશે.

રીકવેસ્ટ ફોર પ્રપોઝલ અંતર્ગત બીડરો પાસેથી ઓફર મંગાવવામાં આવી

ઈલેકટ્રિક વ્હીકલ પોલીસી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા સમય અગાઉં બાર જેટલા અલગ અલગ સ્થળે ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. વધુ 81 સ્થળે ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ અંતર્ગત બીડરો પાસેથી ઓફર મંગાવવામાં આવી છે. ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરુ કરવા માટે પ્રવર્તમાન જંત્રીના દર મુજબ પ્રતિ સ્કેવર મીટર પાંચ ટકાના દરથી જગ્યાનું ભાડુ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વસૂલવામાં આવશે જે રકમ એડવાન્સમાં આપવાની રહેશે.

ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં એક વર્ષમાં વધારો થયો

ઉલ્લેખનીય છે કે, લોકસભાના બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર ફેમ ઇન્ડિયાના બીજા તબક્કા હેઠળ ગુજરાતમાં 53 ચાર્જિંગ સ્ટેશનને બહાલી આપવામાં આવેલી છે. ગુજરાતમાં ધીરે- ધીરે વર્ષ 2022માં 68997 જ્યારે વર્ષ 2023માં 88619 ઈલેક્ટ્રિક વાહનનું વેચાણ થયું હતું. આમ, ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં એક વર્ષમાં 28 ટકાનો વધારો થયો છે.

હવાના પ્રદૂષણને ઘટાડવા AMCનો નિર્ણય, 81 સ્થળે ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન બનાવાશે 2 - image


Google NewsGoogle News