Get The App

ત્રીસ લાખ વૃક્ષો વાવવાની વાત વચ્ચે, પાંજરાપોળ જંકશન ઉપર 109 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા 50 વર્ષ જૂનાં 80 વૃક્ષો કાપશે

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
ત્રીસ લાખ વૃક્ષો વાવવાની વાત વચ્ચે, પાંજરાપોળ જંકશન ઉપર 109 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા 50 વર્ષ જૂનાં 80 વૃક્ષો કાપશે 1 - image


50 Year Old Trees will be cut near IIM: અમદાવાદના ગ્રીન કવરમાં વધારો કરવા આ વર્ષે શહેરમાં ત્રીસ લાખ વૃક્ષ વાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેરાત કરાઈ છે. બીજી તરફ પાંજરાપોળ જંકશન ઉપર આઈ.આઈ.એમ.થી પોલીટેકનીક સુધી રુપિયા 109.55 કરોડના ખર્ચથી ફલાયઓવરબ્રિજ બનાવવા 50 વર્ષ જુના 80 વૃક્ષ કાપી નખાશે.

સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

સપ્તાહ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગની ટીમે મોડી રાતે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે વૃક્ષો કાપવાની પેરવી કરતા સ્થાનિક રહીશોએ ગાર્ડન વિભાગના કર્મચારીઓની કામગીરી અટકાવી દીધી હતી.સ્થાનિક રહીશોમાં 80 વૃક્ષ કાપવા તેમજ ફલાયઓવરબ્રિજ બનાવવાના મ્યુનિસિપલ તંત્રના નિર્ણય સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટર રણજિત કન્સ્ટ્રકશનને લાભ ખટાવવા કોન્ટ્રાકટ અપાયો હોવાનુ જાણવા મળ્યુ છે.

ત્રીસ લાખ વૃક્ષો વાવવાની વાત વચ્ચે, પાંજરાપોળ જંકશન ઉપર 109 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા 50 વર્ષ જૂનાં 80 વૃક્ષો કાપશે 2 - image

મ્યુનિ. કમિશનર થેન્નારસન, સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીની મંજૂરી

આઈ.આઈ.એમ.વસ્ત્રાપુરથી આંબાવાડી વિસ્તારમાં આવેલા પાંજરાપોળ ચાર રસ્તા જંકશન ઉપર ફલાયઓવરબ્રિજ બનાવવાના નિર્ણયને લઈ એક વર્ષથી સ્થાનિક રહીશો દ્વારા મ્યુનિસિપલ કમિશનરથી લઈ સત્તાધારી પક્ષના હોદ્દેદારો સમક્ષ અવારનવાર રજૂઆત કરવામાં આવી રહી છે.

આમ છતાં પાંજરાપોળ જંકશન ઉપર ફલાયઓવરબ્રિજ બનાવવા 16 માર્ચ 2024ના રોજ કોન્ટ્રાક્ટર રણજિત કન્સ્ટ્રકશનને વર્કઓર્ડર વહીવટી તંત્ર સત્તાધની મંજૂરી મેળવ્યા બાદ આપી દીધો છે. સ્થાનિકોએ કરેલી રજૂઆત મુજબ, 28 થી 30 મીટર છે એવા ડૉક્ટર વિક્રમ સારાભાઈ માર્ગ ઉપર ફલાયઓવરબ્રિજ બનાવવામાં ના આવે.

ત્રીસ લાખ વૃક્ષો વાવવાની વાત વચ્ચે, પાંજરાપોળ જંકશન ઉપર 109 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા 50 વર્ષ જૂનાં 80 વૃક્ષો કાપશે 3 - image


Google NewsGoogle News