અમદાવાદમાં ભૂવા પડતા અટકાવવા માટે AMCએ જુગાડ શોધ્યો, જાણી લો શું છે 237 કરોડના ખર્ચનો પ્લાન

પૂર્વ વિસ્તારમાં વર્ષો જૂની 6 સહિત સાત અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનોનું 237 કરોડના ખર્ચે રીપેરિંગ હાથ ધરાશે

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં ભૂવા પડતા અટકાવવા માટે AMCએ જુગાડ શોધ્યો, જાણી લો શું છે 237 કરોડના ખર્ચનો પ્લાન 1 - image



અમદાવાદ: શહેરમાં હવે ભૂવા સિટી તરીકે જાણીતું થઈ ગયું છે. (Ahmedabad) સામાન્ય રીતે શહેરમાં ચોમાસાની ઋતુમાં ભૂવા પડવાની ઘટનાઓ બનતી હોય છે પરંતુ હવે કોઈપણ સમયે શહેરમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે.શહેરમાં તંત્રના કહેવા પ્રમાણે 40થી 50 વર્ષ જૂની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનો ખરાબ હોવાના કારણે ભૂવા પડતા હતા.(AMC project) ત્યારે શહેરમાં બ્રેક ડાઉન અને ભુવા પડવાની ઘટનાઓને અટકાવવા માટે AMCએ એક નવો જૂગાડ શોધી કાઢ્યો છે.

વોટર સપ્લાય કમિટિમાં દરખાસ્ત મુકવામાં આવી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કુલ 17 કિમીની સાત જેટલી મોટી ડ્રેનેજ લાઈનોને રિહેબીબીટેશન કરી સમારકામ કરવા અંગેનો નિર્ણય લીધો છે.(AMC Drainage line)વોટર સપ્લાય કમિટિમાં પૂર્વ અને પશ્ચિમની ડ્રેનેજ લાઈનોને 237 કરોડના ખર્ચે રિહેબીબીટેશન કરવા માટેની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. વોટર સપ્લાય કમિટિના ડેપ્યુટી ચેરમેન ભરતભાઈ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, શહેરમાં 40 વર્ષથી વધુ જૂની ડ્રેનેજ લાઈનો આવેલી છે. જેના કારણે તેને રિહેબીબીટેશન કરવા માટે વોટર સપ્લાય કમિટિમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. કેન્દ્ર સરકારની સ્કીમ અમૃત-2 અંર્તગત સ્ટેટ વોટર એક્શન પ્લાન-2 (SWAP-21) પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની જુદા જુદા ઝોનમાં અંદાજિત 17 કિલોમીટર લાંબી 1400થી 1800 mm ડાયામીટરની મેઇન ટ્રેન્ડ લાઇન રીહેબીલીટેશન કરવામાં આવશે. જેની પાછળ કુલ 237 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

મહાનગર પાલિકાની તિજોરીને ભારણ પણ ઓછુ પડશે

ભરત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં હાલ અંદાજીત 17 કિમી ડ્રેનેજ લાઇનમાં રૂપિયા 237 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇને રિહેબીબીટેશન કરવામાં આવશે. જેથી શહેરમાં હાલ કુલ 20થી વધુ લોકેશન પર ડ્રેનેજ લાઇન રિહેબિલિટેશન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી 25-25 ટકા ગ્રાન્ટ મળશે. AMCએ 50 ટકા ગ્રાન્ટ વાપરવાની રહેશે. ડ્રેનેજ લાઇન પર રિહેબિલિટેશન કરવાથી લાઇનની સ્ટ્રેથ વધુ 20થી 30 વર્ષ વધી જાય છે. કંપની પાસેથી અંદાજીત 50 વર્ષના બ્રોન્ડ લેવામાં આવે છે. શહેરમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં ખોદકામ કરવું મુશ્કેલ હોય છે. આ પદ્ધતિથી કામ થવાથી ટ્રાફિક સમસ્યા નડતી નથી. કોઇ મોટું ખોદકામ કરવું પડતું નથી. તેમજ નવી લાઇન કરતાં 50 ટકા ખર્ચ થાય છે. જેથી મહાનગર પાલિકાની તિજોરીને ભારણ પણ ઓછું પડે છે. 


Google NewsGoogle News