AMCના ફાયર વિભાગની કડક કાર્યવાહી, બોગસ સ્પોન્સરશિપથી નોકરી લેનાર 9 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
AMCના ફાયર વિભાગની કડક કાર્યવાહી, બોગસ સ્પોન્સરશિપથી નોકરી લેનાર 9 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા 1 - image


AMC Fire Department 9 Officer Suspended : AMCએ બોગસ સ્પોન્સરશિપ મામલે 9 અધિકારીઓને નોટિસ પાઠવી હતી. જો કે આ મામલે કોઈ સંતોષકારક જવાબ ના મળતાં અને સ્પોન્સરશિપ ખોટી હોવીની માહિતી બહાર આવતાં AMCએ 9 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

AMC દ્વારા બોગસ સ્પોન્સરશિપથી નોકરી લેનાર 9 અધિકારીઓ ઓમ જાડેજા, આસિફ શેખ, સુધીર ગઢવી, શુભમ ખડિયા, અભિજિત ગઢવી, મેહુલ ગઢવી, અનિરુદ્ધ ગઢવી, કૈઝાદ દસ્તુર, ઇનાયત શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

AMCના ફાયર વિભાગની કડક કાર્યવાહી, બોગસ સ્પોન્સરશિપથી નોકરી લેનાર 9 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા 2 - image

અમદાવાદ મ્યુનિ. કૉર્પોરેશનના હાયર ઍન્ડ ઇમરજન્સી સર્વિસીસ ખાતામાં ફરજ બજાવતાં ઓમ જાડેજા, આસિફ શેખ, સુધીર ગઢવી, શુભમ ખડિયા, અભિજિત ગઢવી, મેહુલ ગઢવી, અનિરુદ્ધ ગઢવી, કૈઝાદ દસ્તુર, ઇનાયત શેખ સહીત 9 અધિકારીઓ દ્વારા બિનઅધિકૃત/ખોટી સ્પોન્સરશીપ દ્વારા N.F.5.C, નાગપુર ખાતે ખોટી રીતે પ્રવેશ મેળવીને શૈક્ષણિક લાયકાત મેળવવા સંબંધમાં ફરિયાદ મળી હતી. તેના આધારે વિજીલન્સ તપાસ તથા ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની ખાતાકીય તપાસમાં ગુનો સાબિત થતાં મ્યુનિ. કમિશ્નર દ્વારા ટર્મિનેટ કેમ ન કરવા ? તે અંગે ફાઇનલ શોકોઝ નોટીસ ઇશ્યુ કરવામાં આવી હતી. તે અંગે તેમને કરેલા ખુલાસો સંતોષકારક ન જણાતાં તેમને નોકરીમાંથી ટર્મિનેટ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News