Get The App

અમદાવાદીઓ માટે મોટી રાહત! પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા નહીં કરાવવું પડે સોગંદનામું

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
અમદાવાદીઓ માટે મોટી રાહત! પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા નહીં કરાવવું પડે સોગંદનામું 1 - image


Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા જન્મ-મરણ વિભાગ ખાતે E-KYC માટે હવે એફિડેવિટ વગર જ સુધારા વધારા કરી શકાશે.

E-KYCને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન E-KYCને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવેથી અરજદારોને તેમના ડોક્યુમેન્ટમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટ કરાવવાનું નહીં પડે. લોકોને એફિડેવિટને લઈને હાલાકી ભોગવવી પડતી હતી, જેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: VIDEO: પોલીસ સાથે દાદાગીરી કરનારા 'લુખ્ખાઓ'ની ધરપકડ, તલવારો સાથે મચાવ્યો હતો આતંક

હવે એફિડેવિટ કર્યા વગર જ E-KYC થઈ શકશે. આ ઉપરાંત, લોકોને લાઈનમાં ઊભુ રહેવાની નોબત ન પડે એ માટે સ્ટેડિંગ કમિટી દ્વારા વધારાનો સ્ટાફની ફાળવણી પણ કરવામાં આવ્યો છે. 


Google NewsGoogle News