Get The App

AMC ને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 26 કરોડથી વધુ આવક, ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો

Updated: Apr 1st, 2025


Google News
Google News
AMC ને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 26 કરોડથી વધુ આવક, ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો 1 - image


AMC Tax Collection: 31 માર્ચ- 2025ની સાંજ સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેકસ ઉપરાંત પ્રોફેશન અને વ્હીકલ ટેકસ એમ તમામ ટેકસની 2256.31 કરોડ રૂપિયાની આવક થઈ હતી. વ્યાજમાફી સ્કીમનો કુલ 1,08,749 કરદાતાઓએ લાભ લેતા આ કરદાતાઓને 54.55 કરોડ રૂપિયાનું વ્યાજ માફ અપાયુ હતુ.એક દિવસમાં મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસ પેટે 26 કરોડથી વધુની આવક થઈ હતી. રાત્રે બાર વાગ્યા સુધીમાં પ્રોપર્ટી ટેકસમાં અંદાજે ત્રણથી ચાર કરોડનો વધારો થવાની તંત્રે સંભાવના વ્યકત કરી છે. ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડ વધુ આવક થઈ છે.

આ પણ વાંચોઃ  બાર એક્ઝામના પેપરમાં 7 પ્રશ્નોમાં વિસંગતતા, અસંખ્ય ઉમેદવાર નાપાસ થયા

ઝોન મુજબ પ્રોપર્ટી ટેક્સની કેટલી આવક? 

ઝોનઆવક (કરોડ રૂપિયા)
મધ્ય244.02
ઉત્તર147.26
દક્ષિણ167.11
પૂર્વ193.09
પશ્ચિમ397.84
ઉત્તર-પશ્ચિમ361.88
દક્ષિણ-પશ્ચિમ247.7
કુલ1739.9


મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 થી 31 માર્ચ સુધી વર્ષ-2024 પહેલાનો બાકી પ્રોપર્ટી ટેકસ ભરનારા કરદાતાઓ માટે રહેણાંક મિલકત માટે વ્યાજમાં 100 તથા કોમર્શિયલ મિલક્ત માટે વ્યાજમાં 75 ટકા વ્યાજ માફી સ્કીમ જાહેર કરાઈ હતી. આ સ્કીમ દરમિયાન તંત્રને રૂપિયા 174.92 કરોડની આવક 31 માર્ચની સાંજ સુધીમાં થઈ હતી. આ વર્ષે બાકી પ્રોપર્ટી ટેકસની વસૂલાત માટે 3,09,307 મિલકત સીલ કરાઈ હતી. 628 મિલકત માટે રેવન્યુ રેકર્ડ ઉપર બોજો નોંધાવવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

ઝોન મુજબ કેટલી મિલકત સીલ કરાઈ?

ઝોનમિલકત સીલ
મધ્ય26,279
ઉત્તર42,194
દક્ષિણ36,979
પૂર્વ78,114
પશ્ચિમ78,962
ઉત્તર પ્રદેશ22,849
કુલ3,09,3307


ચાલુ વર્ષે 1730.31 કરોડ રૂપિયાની ડિમાન્ડ સામે 1390.49 કરોડ રૂપિયા જેટલી ટેક્સની રકમનો ટેક્સ ભરાતા કરન્ટ ડિમાન્ડના 80.36 ટકા જેટલી આવક થવા પામી હતી. પ્રોફેશન ટેકસની આવકમાં ગત વર્ષ કરતાં 32.50 કરોડ રૂપિયાનો વધારો થયો છે. વ્હીકલ ટેક્સની આવકમાં ગત વર્ષ કરતા 8 કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગત વર્ષે મ્યુનિ.તંત્રને તમામ ટેકસની રૂપિયા 2152.82 કરોડ રૂપિયા આવક થઈ હતી. 

મ્યુ. તંત્રને કયા ટેક્સની કેટલી આવક થઈ? 

પ્રકારઆવક (કરોડ રૂપિયા)
પ્રોપર્ટી1739.9
પ્રોફેશન270.06
વ્હીકલ224.42

Tags :