અનંત-રાધિકા લગ્ન સમારોહ : અંબાણી પરિવાર દ્વારા નાની ખાવડીમાં ભવ્ય લોકડાયરાનું આયોજન
અંબાણી પરિવાર દ્વારા આસપાસના ગામડાઓમાં જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું
અનંત અંબાણી જામનગર જિલ્લાના નવાણીયા ગામ ખાતે પહોંચ્યા હતા
Anant Ambani-Radhika Merchant Wedding : પ્રસિદ્ધ બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે લગ્ન બંધનમાં બંધાશે. ભારતના ટોચના ધનિકોમાં સામેલ મુકેશ અંબાણી તેમના આ લગ્ન સમારોહમાં કોઈ કચાશ રાખવા માગતા નથી. હવે આ લગ્ન સમારોહમાં નાની ખાવડીમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ભવ્ય જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ભવ્ય ડાયરા સાથે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અંનત રાધિકાના લગ્ન સમારોહોનો ઉત્સવ ફક્ત પરિવાર પૂરતો જ નથી પણ દેશ-વિદેશની હસ્તિઓ જામનગરમાં લગ્ન સમારોહમાં પહોંચી રહી છે ત્યારે ગઈકાલે જામનગરના નાની ખાવડીમાં એક ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે અંબાણી પરિવાર દ્વારા આસપાસના ગામડાઓમાં જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી જામનગર જિલ્લાના નવાણીયા ગામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના લગ્ન પ્રસંગને લઈને ગામમાં એક ઈવેન્ટ પણ રાખવામાં આવી હતી. હવે તેમના પ્રિ વેડીંગ ઇવેન્ટને હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે અનેક મોટી હસ્તીઓ નવાણી ગામમાં પહોંચી રહી છે. ગામમાં જીવેગન, રૉલ્સ રૉયઝ જેવી વૈભવી કારનો કાફલો જોવા મળ્યો હતો.
દેશ-વિદેશના મેહમાનો માટે હોટલ અને રિસોર્ટ પણ બુક કરવામાં આવ્યા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ થવાના છે. જોકે તેના પહેલાં જામનગરમાં 1થી 3 માર્ચ સુધી પ્રી-વેડિંગ સમારોહ યોજાશે. અનંત-રાધિકાના લગ્નની ઉજવણી લગભગ સમગ્ર દુનિયા જોશે. આ લગ્ન સમારોહમાં દેશ-વિદેશથી અનેક મોટા દિગ્ગજો અને સેલિબ્રિટીઓ જોડાશે તેવી ચર્ચા છે. ત્યારે હવે મહેમાનોના આગમનને લઈને જામનગરમાં પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ સાથે જામનગર શહેર અને નજીકની મોટાભાગની હોટલ અને રિસોર્ટ પણ બુક કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અંબાણી પરિવારે જામનગરમાં બનાવ્યાં 14 મંદિર