Get The App

ગુજરાતમાં શિયાળામાં માવઠાની આગાહી! 22 જાન્યુઆરીની સાંજે સર્જાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
ગુજરાતમાં શિયાળામાં માવઠાની આગાહી! 22 જાન્યુઆરીની સાંજે સર્જાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 - image


Ambalal Patel Weather Prediction: ગત અઠવાડિયે રાજ્યભરમાં ઠંડા પવનો સાથે જોરદાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જોકે, મકરસંક્રાંતિ બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીમાં રાહતનો અનુભવ થઈ રહ્યો છે. હાલની સ્થિતિ મુજબ, બપોરે બહાર નીકળવાનું થાય તો ઉનાળા જેવો જ અનુભવ થાય છે. એવામાં હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસમાં ઠંડીની રી-એન્ટ્રી થઈ શકે છે. આ સિવાય અનેક વિસ્તારમાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્કૂલ સંચાલકો ફી માટે હેરાન કરતા હોવાનો પરિવારનો આક્ષેપ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલ ઠંડીમાં ઘટાડો છે. ત્યારે આગામી 22 જાન્યુઆરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્યમ હોવાથી તારીખ 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઠંડીનો અનુભવ થશે. જેમાં ગુજરાતનું લઘુતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને કચ્છમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાશે. આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે.

આ પણ વાંચોઃ ઈન્ટરવ્યૂમાં નાસ્તો-ભોજન, અભ્યાસના છેલ્લા વર્ષમાં પણ કરી શકાશે અરજી: GPSCના ત્રણ મોટા નિર્ણય

અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી

અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં માવઠાની પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 30 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરુઆતમાં ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું આવી શકે છે. જોકે, 27 જાન્યુઆરીથી ઠંડીનું જોર ઘટવાની સાથે ગરમીનો અનુભવ થઈ શકે છે.


Google NewsGoogle News