અંબાલાલની આગાહી: ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે, આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
Ambalal Patel


Ambalal Patel Rain Predicts : રાજ્યમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. બીજી તરફ, 26થી 30 જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની સાથે રાજ્યમાં સાત ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. આ ઉપરાંત, કચ્છના અખાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તરફથી આવતી સિસ્ટમમાં અસરોને લઈને રાજ્યમાં ભારે  પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં હજુ ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં છે ઓરેન્જ અને યલો એલર્ટ

રાજ્યમાં આજે બપોરના ચાર વાગ્યા સુધીમાં 205 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 'રાજ્યમાં આગાહી દિવસોમાં વરસાદનું જોર રહેશે. જેમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં 26 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેશે. આ સાથે પશ્ચિમ-સૌરાષ્ટ્રમાં લો-પ્રેસરના લીધે મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં જૂનાગઢ, અમરેલી, સાવરકુંડલા, બોટાદ સહિત વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.' 

આ પણ વાંચો : મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ, વીરપુરમાં 2 કલાકમાં 3 અને વડોદરામાં 10 કલાકમાં 8 ઇંચ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 

અંબાલાલ પટેલે કહ્યું કે, 'રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં પંચમહાલ, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે '


Google NewsGoogle News