સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે અહીં અતિ ભારે વરસાદના એંધાણ, અંબાલાલની આગાહી

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
Ambalal Patel


Ambalal Patel Forecast : રાજ્યમાં મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 28 જુલાઈ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવતી કાલથી રાજ્યના ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 26થી 30 જૂલાઈએ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ઉત્તર ગુજરાતનો મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે. બીજી તરફ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : હજુ સંકટ ટળ્યું નથી: સુરત સહિત આ ત્રણ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ

ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે, 'એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં 7 ઓગસ્ટના દિવસે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે પશ્ચિમ અને સૌરાષ્ટ્રમાં લો પ્રેસર ઉભુ થતાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની સાથે અતિભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જેમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.'

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે અહીં અતિ ભારે વરસાદના એંધાણ, અંબાલાલની આગાહી 2 - image

આ પણ વાંચો : VIDEO: વરસાદ-પૂરનો કહેર, મુંબઈના રસ્તા બેટમાં ફેરવાયા, ગુજરાતમાં 9 મોત, રાજસ્થાનના અનેક વિસ્તારો જળમગ્ન

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ ખાબક્યો

હવામાન વિભાગના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દાહોદના જાલોદમાં 57 મિ.મી. અને લીમખેડામાં 34 મિ.મી., વલસાડના કપરાડામાં 33 મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણના શંખેશ્વર, રાજકોટના કોટડા સાંગાણી, પોરબંદરના રાણાવાવ, અમરેલી, આણંદના બોરસદ, પંચમહાલના હાલોલ, ગીર સોમનાથના ઉના અને અરવલ્લીના ધનસુરા તાલુકામાં એક મિ.મી. વરસાદ ખાબક્યો છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે અહીં અતિ ભારે વરસાદના એંધાણ, અંબાલાલની આગાહી 3 - image


Google NewsGoogle News