Get The App

શરદ પૂનમે ચંદ્ર કાળા વાદળો સાથે રમશે સંતાકૂકડી, કેટલાક જિલ્લામાં ખેલૈયાઓ નહી રમી શકે ગરબા

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
શરદ પૂનમે ચંદ્ર કાળા વાદળો સાથે રમશે સંતાકૂકડી, કેટલાક જિલ્લામાં ખેલૈયાઓ નહી રમી શકે ગરબા 1 - image


Rain Prediction On Sharad Poonam: ગુજરાતમાં નવરાત્રિના છેલ્લાં નોરતે મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી હતી. અરબી સમુદ્રમાં બનેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા શરદ પૂનમ અને દિવાળી સુઘીની વરસાદની આગાહી કરી છે. 

શરદ પૂનમે આ જિલ્લામાં વરસશે વરસાદ

હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ શરદ પૂનમે સુરત, જુનાગઢ, તાપી, અમરેલી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.

આ પણ વાંચોઃ અમદાવાદ ટ્રાફિક પોલીસ પર લગામ! ફરજિયાત કેમેરો પહેરવો પડશે, સ્પેશિયલ મોનિટરિંગ સ્કવૉડ રાખશે નજર

અંબાલાલ પટેલે કરી આગાહી

અંબાલાલ પટેલ મુજબ, આગામી બે દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ 16 થી 17 ઓક્ટોબરે લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ વરસે તેવી સંભાવના છે. લો પ્રેશરના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે. શરદ પૂનમે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના અમુક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે તેવી સંભાવના છે. ગ્રહોની દ્રષ્ટિએ બંગાળના ઉપસાગરમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. ભૌગોલિક સ્થિતિ જોતા અરબ સાગરમાં 14 અને 15 ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદ વરસી શકે છે. 17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે. અરબ સાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. જેના કારણે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે.

આ પણ વાંચોઃ ડુપ્લીકેટની સિઝન: પાટણમાંથી શંકાસ્પદ અને કડીમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો, ઘી બનાવવાનો સામાન જપ્ત

દિવાળી ઉજવીને જશે વરસાદ?

અંબાલાલ પટેલના મત મુજબ શરદ પૂનમના દિવસે ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહેશે વાવાઝોડાની પણ શક્યતા છે. 17થી 22 ઓક્ટોબર વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. દિવાળીમાં પણ લોકોએ રેઇનકોટ-છત્રી સાથે તહેવાર ઉજવવો પડી શકે છે. પટેલ મુજબ 7 નવેમ્બરે બીજી સિસ્ટમ સક્રિય થશે. 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત થવાની સંભાવના છે. 17 થી 20 નવેમ્બરે બંગાળની ખાડીમાં પ્રચંડ વાવાઝોડું આવશે. ત્યારબાદ છેક 29 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે અને 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડીનો અનુભવ થશે.


Google NewsGoogle News