અંબાજીમાં મંદિર તંત્રએ મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યૂ ના કર્યું, અધિકારીઓની બેઠકમાં નવી એજન્સી નક્કી થશે

હાલમાં અંબાજી મંદિર ટ્રસ્ટની ટીમ દ્વારા મોહનથાળ બનશે પણ બીજી કોઈ એજન્સીને કામ સોંપાયું નથી

મોહિની કેટર્સે કહ્યું કે અમારી કંપની નિર્દોષ છે અમારી સાથે છેતરપિંડી થઈ છે

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
અંબાજીમાં મંદિર તંત્રએ મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યૂ ના કર્યું, અધિકારીઓની બેઠકમાં નવી એજન્સી નક્કી થશે 1 - image



અંબાજીઃ (Ambaji)મોહનથાળ પ્રસાદ મામલે  મોહિની કેટર્સે કહ્યું કે અમારી કંપની નિર્દોષ છે, અને અમારી સાથે છેતરપિંડી થઈ છે. તો બીજી તરફ કંપનીએ એ પણ જણાવ્યું કે અમારી પર કેસ કરવામાં આવ્યો હોવા છતાં પોલીસ ફરિયાદની નકલ પોલીસ તંત્ર આપી નથી રહ્યું. (Mohini caterers)બીજી તરફ સિદ્ધી વર્માનું નિવેદન સામે આવ્યું છે કે પ્રસાદ હમણાં મંદિર બનાવશે, (duplicate ghee)આજથી જ મંદિર પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરશે. (mohanthal prasad)જોકે ફૂડ વિભાગની તપાસમાં ભેળસેળ યુક્ત ઘીનો ખુલાસો થયા બાદ મંદિર તંત્ર સજાગ બન્યું અને મોહિની કેટરસ્સનું ટેન્ડર રિન્યુ કર્યુ નથી. બીજી તરફ નીલકંઠ ટ્રેડર્સનાં માલિક જતીન શાહ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. 

બનાસ ડેરીનાં ઘી દ્વારા બનાવેલો પ્રસાદ ભક્તોને અપાયો

હવે મોહનથાળનો પ્રસાદ કોણ બનાવશે. કઈ એજન્સીને કામ સોંપાશે ઉચ્ચ અધિકારીઓની બેઠક બાદ નિર્ણય લેવાશે તેમ મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ ક્હ્યું હતુ.હાલ અંબાજી મંદિર ટ્રસ્ટના લોકો મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી જગ્યાએ પહોચ્યા અને મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીની શરૂઆત હાથ ધરાઈ હતી.મોહનથાળનાં પ્રસાદ મામલે વહીવટદાર સિદ્ધિ વર્માએ વધુમાં કહ્યું હતું કે, મોહિની કેટરર્સનું ટેન્ડર અંબાજી મંદિરે રિન્યુ કર્યું નથી. પ્રસાદ બનાવવાનું ટેન્ડર 30 સપ્ટેમ્બરે પુરુ થયું હતું. આ બાબતે કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં કોઈ એજન્સીના કામ સોંપાયું નથી. મેળા દરમિયાન ભક્તોને શુદ્ધ ઘી નો પારસાદ અપાયો છે. જે ઘી નાં સેમ્પલ લેવાયા હતા. તે ઘી પ્રસાદમાં વપરાયું નથી. બનાસ ડેરીનાં ઘી દ્વારા બનાવેલો પ્રસાદ ભક્તોને અપાયો હતો. 

નીલકંઠ ટ્રેડર્સ અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો

આ ખાદ્ય ઘી બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ “સબ સ્ટાન્ડર્ડ” આવતા મોહિની કેટરર્સના જવાબદાર વ્યક્તિ સામે ફૂડ વિભાગ દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે.  તપાસ દરમ્યાન પ્રસાદીમાં બનાવવા ઉપયોગમાં લેવાનાર ખાદ્ય ઘી પર શંકા જણાતા તેનું સ્થળ પર જ મોબાઈલ ફૂડ ટેસ્ટીંગ વાનમાં પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે યોગ્ય ન જણાતા રૂ.8 લાખની કિંમતનો 2820 કિ.ગ્રા ઘીનો ભેળસેળવાળો જથ્થો તા.28મી ઑગસ્ટના રોજ જપ્ત કરવામાં આવ્યો હતો. ગત રોજ અંબાજી પોલીસે  નીલકંઠ ટ્રેડર્સમાં તપાસ કરી 15 કિલો ઘીના 3 ડબ્બા કબ્જે કર્યા છે. અંબાજી પોલીસે નીલકંઠ ટ્રેડર્સ અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. 


Google NewsGoogle News