અંબાજીમાં પ્રસાદના ઘીમાં ભેળસેળનો મામલો, મોહિની કેટરર્સના ત્રણ સહિત ચારની અટકાયત

સાબરડેરીને ફૂડ વિભાગની નોટીસ મળ્યા બાદ મોહિની કેટરર્સ સામે અંબાજી પોલીસમાં ફરિયાદ કરાઈ હતી

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
અંબાજીમાં પ્રસાદના ઘીમાં ભેળસેળનો મામલો, મોહિની કેટરર્સના ત્રણ સહિત ચારની અટકાયત 1 - image



અંબાજીઃ (Ambaji) યાત્રાધામમાં ભાદરવી પૂનમના મહામેળા માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવા માટે જે ઘી મંગાવવામાં આવ્યું હતું તેમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું હતું. ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ કરતાં ઘીમાં ભેળસેળ હોવાનું સાબિત થયું હતું. (Ambaji police)જેને લઈને વિવાદ વધુ વકર્યો હતો. આ મામલે સાબર ડેરી દ્વારા મોહિની કેટરર્સ સામે અંબાજી પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. (Mohini Caterers)આ ફરિયાદ બાદ અંબાજી પોલીસે 25 દિવસ બાદ મોહિની કેટરર્સના ચાર લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

અંબાજીમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશન પ્રસાદની કામગીરી કરશે

તાજેતરમાં જ મોહનથાળના પ્રસાદનું ઘી બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ “સબ સ્ટાન્ડર્ડ” આવતા મોહિની કેટરર્સના જવાબદાર વ્યક્તિ સામે ફૂડ વિભાગ દ્વારા કોર્ટ કાર્યવાહી કરી હતી. તપાસ દરમ્યાન પ્રસાદીમાં બનાવવા ઉપયોગમાં લેવાનાર ખાદ્ય ઘી પર શંકા જણાતા તેનું સ્થળ પર જ મોબાઈલ ફૂડ ટેસ્ટીંગ વાનમાં પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે યોગ્ય ન જણાતા રૂ.8 લાખની કિંમતનો 2820 કિ.ગ્રા ઘીનો ભેળસેળવાળો જથ્થો તા.28મી ઑગસ્ટના રોજ જપ્ત કરવામાં આવ્યો હતો. અંબાજી પોલીસે નીલકંઠ ટ્રેડર્સ અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે 300 ડબ્બા ઘી મોહિની કેટરર્સને આપ્યા હતા. મંદિર ટ્રસ્ટે મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યૂ નહીં કરીને તેનો કોન્ટ્રાક્ટ રદ કરી નાંખ્યો હતો અને રાજ્ય સરકારે પ્રસાદ બનાવવાની કામગીરી અક્ષયપાત્ર ફાઉન્ડેશનને સોંપી છે. અંબાજી મંદિરમાં હવે ઇસ્કોન (ISKCON) સાથે સંકળાયેલું અક્ષયપાત્ર ફાઉન્ડેશન પ્રસાદ બનાવશે. 


Google NewsGoogle News