અંબાજીમાં મંદિર ટ્રસ્ટે નિર્ણયમાં ફેરફાર કર્યો,ચાચર ચોકમાં મહિલાઓ અને પુરૂષો ગરબા રમી શકશે

ચાચર ચોકમાં મહિલાઓ અને પૂરૂષો અલગ અલગ લાઈનમાં ગરબા રમી શકશે

ગરબા રમવા કે જોવા માટે આવેલા ભક્તોએ પોતાનું ઓળખકાર્ડ સાથે રાખવું પડશે

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
અંબાજીમાં મંદિર ટ્રસ્ટે નિર્ણયમાં ફેરફાર કર્યો,ચાચર ચોકમાં મહિલાઓ અને પુરૂષો ગરબા રમી શકશે 1 - image



અંબાજીઃ (Ambaji )માં જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. (traditional Garba )ત્યારે યાત્રાધામ અંબાજીમાં આ વખતે નવરાત્રીને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રાધામમાં રાત્રે 9.00 વાગે આરતી બાદ ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. (Navratri)જેમાં ખાસ કરીને આ વખતે સૌપ્રથમ વખત ટ્રેડિશ્નલ ગરબા યોજાશે. (Chachar chowk)મંદિર તંત્ર તરફથી અંબાજીના ચાચર ચોકમાં માત્ર મહિલાઓના અલગ ગરબા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યારે પુરૂષોએ પિત્તળ ગેટની બહાર ગરબા રમવા પડશે તેવું તંત્ર તરફથી નક્કી કરાયું હતું. આ નિર્ણયનો વિરોધ થતાં આખરે મંદિર તંત્રએ આસ્થા સામે ઝૂકવું પડ્યું છે અને નિયમોમાં ફેરફાર કર્યો છે. 

ઓળખપત્ર હશે તો જ પ્રવેશ આપવામાં આવશે

અગાઉ કે ચાચર ચોકમાં ગરબા રમવા માટે પુરુષોને પ્રવેશ નહીં મળે તેવો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે વિરોધનો સૂર ઉઠતાં તંત્રએ નિર્ણય બદલ્યો છે.આખરે હવે ચાચર ચોકમાં મહિલા અને પુરુષો ગરબા રમી શકશે અને મહિલાઓની લાઈન અને પુરુષોની લાઈન અલગ રહેશે.અગાઉ મહિલાઓની ગરિમા જળવાય રહે તે માટે પુરુષ અને સ્ત્રીઓ એક સાથે ગરબા નહીં રમી શકે તેવું જિલ્લા કલેકટરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. જે પછી પુરુષોએ પિત્તળચોક બહાર અલગ વ્યવસ્થા કરવામાં આવે તેવું જણાવ્યું હતું અને ત્યાં જ ગરબા રમવા અને ગાવા માટે કહેવામાં આવ્યું હતું અને ગરબામાં પ્રવેશ કરવા માટે લોકોએ પોલીસને પોતાની ઓળખ દર્શાવવી પડશે. તેવો નિર્ણય હવે બદલવામાં આવ્યો છે. તે ઉપરાંત ચાચરચોકમાં ગરબા રમવા કે જોવા માટે આવનારા તમામ વ્યક્તિઓએ ઓળખપત્ર સાથે રાખવું પડશે. ઓળખપત્ર હશે તો જ પ્રવેશ આપવામાં આવશે. 

મંદિર તંત્ર દ્વારા ગરબા માટેના નિયમો પણ કડક કરાયા

મંદિર તંત્ર દ્વારા આ વખતે ટ્રેડિશ્નલ ગરબાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત ગરબા માટેના નિયમો પણ કડક કર્યાં છે. નવરાત્રી પર્વ દરમિયાન સવારની મંગળા આરતીનો સમય 750 કલાકનો રહેશે જ્યારે કે સાંજની આરતી 6.30 કલાકે કરવામાં આવશે. આ ઉપરાંત નવરાત્રીમાં લોકોને ભક્તિ રસથી તરબોળ કરવા માટે ગાયકોને બોલાવી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માતાજીના મંદિરને ભવ્ય રીતે શણગારવામાં પણ આવ્યું છે. ખાસ તો રાત્રે લાઈટના અલગ અલગ રંગોથી અંબાજી મંદિર મનમોહક દૃશ્ય ઉપજાવે છે.

અંબાજીમાં મંદિર ટ્રસ્ટે નિર્ણયમાં ફેરફાર કર્યો,ચાચર ચોકમાં મહિલાઓ અને પુરૂષો ગરબા રમી શકશે 2 - image


Google NewsGoogle News