Get The App

નવા વર્ષે અંબાજી-પાવાગઢમાં ઉમટ્યા લાખો ભક્તો, માતાના આશીર્વાદ મેળવી નૂતન વર્ષની કરી શરૂઆત

Updated: Nov 2nd, 2024

GS TEAM


Google News
Google News
નવા વર્ષે અંબાજી-પાવાગઢમાં ઉમટ્યા લાખો ભક્તો, માતાના આશીર્વાદ મેળવી નૂતન વર્ષની કરી શરૂઆત 1 - image


Devotees throng temples on New Year Day in Gujarat: આજથી ગુજરાતીઓના વિક્રમ સંવત 2081ના નવા વર્ષની શરૂઆત થઈ છે. શનિવારે (બીજી નવેમ્બર) શરૂ થતા વિક્રમ સંવત 2081ની રાજ્યભરમાં આનંત ઉત્સાહ સાથે ઉજવણી થઈ છે. નૂતન વર્ષ નિમિત્તે રાજ્યના વિખ્યાત મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરોમાં દેવી-દેવતાના દર્શન માટે પહોંચ્યા છે. નવા વર્ષે લોકોએ દેવી-દેવતાના દર્શન કરીને આ વર્ષને શ્રેષ્ઠ બનાવવાની મનોકામનાઓ માંગી. 

ભક્તો મોટી સખ્યામાં મા અંબાના દર્શને પહોંચ્યા

વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવા વર્ષના પ્રારંભે ભક્તો મોટી સખ્યામાં મા અંબાના દર્શને પહોંચ્યા હતા. મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતા. માતાજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગત રાત્રે મા અંબાના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગરબા રમ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: દિવાળીએ અર્થતંત્રને 'બૂસ્ટર ડૉઝ', લોકોએ 4.25 લાખ કરોડની ખરીદી કરી, હવે લગ્નગાળા પર નજર


નવા વર્ષે અંબાજી-પાવાગઢમાં ઉમટ્યા લાખો ભક્તો, માતાના આશીર્વાદ મેળવી નૂતન વર્ષની કરી શરૂઆત 2 - image

પાવાગઢ ખાતે માઇ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

નવા વર્ષના પ્રથમ દિવસે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડ્યા હતા. આજે વહેલી સવારે મંદિરના દ્ધાર ખુલ્લે તે પહેલા જ મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડતા હતા. વહેલી સવારે મંદિરના કપાટ ખુલવાની સાથે જ માઇ ભક્તોએ લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધા ભાવ અને આસ્થા સાથે માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી હતી.

નવા વર્ષે અંબાજી-પાવાગઢમાં ઉમટ્યા લાખો ભક્તો, માતાના આશીર્વાદ મેળવી નૂતન વર્ષની કરી શરૂઆત 3 - image


Tags :