Get The App

વખાણેલી ખીચડી દાઢે વળગી: અલ્પેશ ઠાકોરે સભામાં 24 કલાક વીજળીના વખાણ કર્યાને લાઈટ ગઈ

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
વખાણેલી ખીચડી દાઢે વળગી: અલ્પેશ ઠાકોરે સભામાં 24 કલાક વીજળીના વખાણ કર્યાને લાઈટ ગઈ 1 - image


Alpesh Thakor Talked About Electricity In Gujarat : બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શિયાળાની શરૂઆતમાં રાજકીય સભાઓએ બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસ-ભાજપ સભાઓ સંબોધી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે ગુરુવારે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પણ બનાસકાંઠાના વાવમાં એક સભા સંબોધી મતદારોની રીઝવવાનો પ્રયાસ કર્યો. પરંતુ સભામાં તેમનો અને તેમની સરકારનો ફિયાસ્કો થઈ ગયો.

અલ્પેશ ઠાકોરના ચાલુ ભાષણમાં અચાનક વીજળી ગુલ

અલ્પેશ ઠાકોરે ગુજરાતની ભાજપ સરકારમાં 24 કલાક વીજળી મળતી થઈ હોવા મુદ્દે મસ મોટા બણગા ફૂંકવાનું શરૂ કર્યું. ગામડાઓમાં 24 કલાક વીજળી ભાજપની સરકારમાં મળે છે તેવી વાત કરી અને ચાલુ ભાષણમાં અચાનક વીજળી ગુલ થઈ ગઈ. અલ્પેશ ઠાકોર માઈક પર ટપલી મારતા રહ્યા, તેમને એમ કે માઈક બંધ થઈ ગયું હશે, પણ માઈક બંધ નહોતુ થયું વીજળી જ જતી રહી હતી. જેના કારણે સભામાં હાસ્યનું મોજુ ફરી વળ્યું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. 

અલ્પેશ ઠાકોરે શું કહ્યું?

અલ્પેશ ઠાકોરે કહ્યું કે, 'ગામના 100 આગેવાનો ધારાસભ્ય, સંસદ સભ્ય પાસે જાય, ત્યારે વર્ષે તો એક ધાંભલો આવતો. સાંજ પડે તો આપણા ઘરે માતાઓ કહેતા કે છોકરાઓ સુઈ જાવ, લાઈટ જતી રહેશે અથવા તો પહેલા જમી લો... પહેલા અજવાળું હોય ત્યાં સુધી જમી લેવાનું અને અંધારા પહેલા ખાઈને સુઈ જતા... આજે 24 કલાક વીજળી આ ગુજરાતમાં છે.'

આ પણ વાંચો : પાઘડીના વળના છેડે મતદારો: સ્વરૂપજી ઠાકોર બાદ લવિંગજીએ પાઘડી ઉતારી માગ્યા મત

અલ્પેશ ઠાકોર ભાષણ આપતા હતા ત્યારે અચાનક લાઈટ જતી રહેતા થોડીવાર માટે તેમણે માઈક હાથમાં પકડીને ઉભા રહેવું પડ્યું હતું. બાદમાં એક નાનુ સ્પીકર લાવી સભામાં અલ્પેશ ઠાકોરે ભાષણ શરુ કર્યું હતું.


Google NewsGoogle News