વૃક્ષ દીઠ સાત રુપિયા ચૂકવવાની સાથે ટ્રી સેન્સસનો ડેટા વેબસાઈટ ઉપર અપલોડ કરવા ૮ લાખ પણ ચૂકવાશે
સાર આઈટી રીસોર્સ કંપનીને ડેટા અપલોડ કરવાના પ્રતિ માસ ૫૬ હજાર ચૂકવવા મંજૂરી
અમદાવાદ,શનિવાર,25 જાન્યુ,2025
અમદાવાદમાં વૃક્ષ ગણતરી માટે સાર એજન્સીને પ્રતિ વૃક્ષ
રૃપિયા સાત ચૂકવવાની દરખાસ્ત અગાઉ રીક્રીએશન કમિટીમાં મંજૂર કરાઈ હતી.હવે મટીરીયલ
મેનેજમેન્ટ કમિટીએ સાર આઈટી રીસોર્સ કંપનીને વૃક્ષ ગણતરી કામગીરી અંગેનો ડેટા એક
વર્ષ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર અપલોડ કરવા રૃપિયા આઠ લાખ ઉપરાંત
ટેકસ ચૂકવવા દરખાસ્ત મંજૂર કરી છે. આ કંપનીને માત્ર મ્યુનિ.ની વેબસાઈટ ઉપર ડેટા
અપલોડ કરવા એક વર્ષ સુધી દર મહીને ૫૬ હજાર રુપિયા ઉપરાંત જી.એસ.ટી.ચૂકવાશે.
શુક્રવારે મળેલી મ્યુનિ.ની મટીરીયલ મેનેજમેન્ટ કમિટીએ એક
વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂર કરી હતી.મંજૂર કરવામા આવેલી દરખાસ્તમાં સાર આઈટી રીસોર્સ
પ્રા.લિ.ને દર મહીને વૃક્ષ ગણતરીનો ડેટા મ્યુનિ.વેબસાઈટ ઉપર અપલોડ કરવા પ્રતિ માસ રુપિયા
૫૬,૫૦૦ના હીસાબથી એક
વર્ષ માટે રુપિયા ૬.૭૮ લાખ ઉપરાંત ૧૮ ટકા મુજબ જી.એસ.ટી.પણ ચૂકવાશે.કામગીરી પુરી
થયા પછી આ રકમનુ ચૂકવણું કરવા દરખાસ્ત મંજૂર કરાઈ છે.પણ સવાલ એ છે કે, એક તરફ મ્યુનિ. આ
એજન્સીને વૃક્ષ ગણતરી માટે પ્રતિ વૃક્ષ રુપિયા સાત લેખે રકમ ચૂકવવાની છે. વૃક્ષ
ગણતરીની કામગીરી સાથે કામગીરી અંગેનો ડેટા પણ મ્યુનિ.વેબસાઈટ ઉપર અપલોડ કરવાની
કામગીરી આવી જ જવી જોઈએ. આમ છતાં ડેટા વેબસાઈટ ઉપર એક વર્ષ સુધી અપલોડ કરવા
વધારાના આઠ લાખ કોના કહેવાથી અપાશે.એ અંગે
કમિટી ચેરમેને મૌન સેવ્યુ હતુ.