Get The App

હિંદુ સંઠગનોના અગ્રણીઓએ સબક શીખવવાના મામલે હવે ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા પણ માહિતી એકત્ર કરવામાં આવશે

હિંદુ અને મુસ્લિમ યુવતીઓને ભોળવીને શારિરીક શોષણ કરવાનો મામલો

સોશિયલ મિડીયાનો ઉપયોગ કરીને હાડવૈદના રંગીલા પુત્રએ અનેક યુવતીઓના અંગત વિડીયો પણ બનાવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો

Updated: Feb 4th, 2025


Google News
Google News
હિંદુ સંઠગનોના અગ્રણીઓએ સબક શીખવવાના મામલે હવે ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા પણ માહિતી એકત્ર કરવામાં આવશે 1 - image

અમદાવાદ, મંગળવાર

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા અને અનેક વિસ્તારોમાં હાડવૈદ તરીકે કામ કરતા વ્યક્તિના પુત્રએ સોશિયલ મિડીયા દ્વારા તેમજ અન્ય રીતે હિંદુ અને મુસ્લિમ યુવતીઓને ભોળવીને તેમની સાથે મિત્રતા કેળવીને તેમના શારિરીક શોષણ કરવાનું શરૂ કર્યુ હતું. તેમજ યુવતીઓને બ્લેક મેઇલ કરવામાં આવતી હતી. જેમાં એક હિંદુ યુવતીને પ્રેગન્સી રહી જતા સમગ્ર મામલો હિદું સંગઠન સુધી પહોંચ્યો હતો.  જેમાં યુવકને પકડીને માર મારીને તેના મોબાઇલ ફોનમાંથી 550થી વઘારે વાંધાજનક વિડીયો પણ ડીલીટ કરાયા હતા. આ મામલો ગાંધીનગર સુધી પહોંચતા હવે પોલીસ માટે કામ કરતી સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોના અધિકારીઓને સમગ્ર મામલે તપાસ કરવા માટે આદેશ અપાયાનું જાણવા મળ્યું છે. જેમાં હિંદુ સંગઠનના કાર્યકરો પાસેથી વિગતો એકઠી કરીને ભોગ બનનાર યુવતીઓની માહિતી મેળવવવામાં આવશે. જેના આધારે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરવામાં આવશે. સાથેસાથે યુવતીઓ કે હિંદુ સગંઠનના અગ્રણીઓની મદદથી ગુનો નોંધવાની કામગીરી પણ થઇ શકે તેમ છે.


Tags :
allege-rape-case-investigating-by--State-IB-officers--in-ahmedabad

Google News
Google News