Get The App

થાઇલેન્ડથી લવાયેલા રૂ. બે કરોડના ગાંજા સાથે યુવતી સહિત સાત ઝડપાયા

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગાંજાની સ્મગલિંગનું રેકેટ ઝડપાયું

જુનાગઢના ચાર યુવકો ડ્રગ્સનો જથ્થો મુખ્ય આરોપી માટે કામ કરતી યુવતીને સોંપતા હતાઃ યુવકોને વિદેશમાં ફરવા મોકલવાના નામે ડ્રગ્સ મંગાવાતું હતું

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
થાઇલેન્ડથી લવાયેલા રૂ. બે કરોડના   ગાંજા સાથે યુવતી સહિત સાત ઝડપાયા 1 - image

અમદાવાદ,સોમવાર

ગુજરાતમાંથી યુવકાનેે વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાં ફરવા મોકલીને  તેમની પાસેથી  હાઇબ્રીડ ગાંજા સહિત અન્ય ડ્રગ્સ મંગાવવાના કૌભાંડનો એરપોર્ટ પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થાઇલેન્ડથી  રૂપિયા બે કરોડની કિંમતના સાત કિલો હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે પોલીસે એક યુવતી સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી અશરફખાન નામના પ્રેમી માટે કામ કરતી હોવાથી તે થાઇલેન્ડથી આવેલા જુનાગઢના ચાર યુવકો પાસેથી ડ્રગ્સનો જથ્થો લેવા માટે આવી હતી.  ઝડપાયેલા ચારેય આરોપીઓ થાઇલેન્ડથી અગાઉ ત્રણ વાર કરોડો રૂપિયાનો ગાંજો લઇને આવ્યા હતા. આ ગુનામાં એરપોર્ટના કર્મચારીઓની સંડોવણીના આધારે પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ જી ખાંભલા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે  અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી કેટલાંક શખ્સો નિયમિત રીતે ડ્રગ્સની હેરફેર કરે છે. જેમાં ચોક્કસ ગેંગ કામ કરી રહી છે.

આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મીનલ-૨ પર વોચ ગોઠવી હતી. જેમાં ચાર શંકાસ્પદ યુવકો રીક્ષામાં આવેલી એક યુવતીને બેગ આપી રહ્યા હતા ત્યારે પોલીસે ચાર યુવકો અને યુવતી સહિત સાત લોકોને ઝડપી લીધા હતા. પોલીસે તપાસ કરતા બેંગમાંથી રૂપિયા બે કરોડની કિેંમતનો સાત કિલો જેટલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જે અંગે પુછપરછ કરતા ચારેય યુવકોના નામ સરફરાજ ઇકબાલ (રહે. ગુલીસ્તાન સોસાયટી,ઝાંઝરડા રોડ, જુનાગઢ),  શોયેબ યુસુફ મુસ્લિમ (રહે. મીઠીવાવ, માંગરોળ), અકિલ કોલોદ (રહે. રજા પાર્ક , કેશોદ) અને નદીમ અમરેલીયા (રહે. સાગર એવન્યુ, અંબર ટાવર, જુહાપુરા) હોવાનું જાણવા મળ્યું હતું.

જ્યારે યુવતીનું નામ મનીષા ખરાડી (રહે. તજપોર વાસ, સંજરી પાર્ક-૧ સોસાયટી, પેથાપુર) અને અન્યના નામ મોહમંદ ફરહાન શેખ (રહે.કાલાવડ,જામનગર) અને સહેજ તૈયબ (રહે. લાલબી પાર્ક, જુહાપુરા) હોવાનું જાણવા મળ્યું હતું.  આ અંગે વધુ માહિતી આપતા ડીસીપી ઝોન-૪ ડૉ. કાનન દેસાઇએ જણાવ્યું કે મનીષા નામની યુવતી અશરફખાન નામના યુવકના પ્રેમમાં હતી અને તે  અશરફખાન માટે કામ કરતી હતી. અશરફખાન થાઇલેન્ડ અને વિયેતનામથી ડ્રગ્સ મંગાવવાનું કામ કરતો હતો. આ માટે તે ચોક્કસ યુવકોને થાઇલેન્ડ ફરવા જવા માટે એર ટિકિટ, હોટલની વ્યવસ્થા કરી આપવાની સાથે  યુવકને ટ્રીપ દીઠ ૧૦ હજાર રૂપિયા પણ આપતા હતા. થાઇલેન્ડ મોકલવા માટે યુવકોની પસંદગી કરવાનું કામ મોહંમદ શેખ કરતો હતો. 

જ્યારે યુવકો થાઇલેન્ડથી ફરીને ડ્ગ્સ સાથે અમદાવાદ એરપોર્ટ પર આવતા ત્યારે તે ડ્રગ્સની ડીલેવરી લેતી હતી. ત્યારબાદ તે અશરફખાનને આપતી હતી. જેના બદલામાં અશરફખાન તેને છ હજાર રૂપિયા ચુકવતો હતો. આમ, કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી થતી હતી. થાઇલેન્ડથી ગાંજો લઇને આવેલા આરોપીઓ અગાઉ ત્રણ ટ્રીપ લગાવીને મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ભારત લાવ્યાની વિગતો પણ સામે આવી છે. આ અંગે એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

થાઇલેન્ડથી લવાયેલા રૂ. બે કરોડના   ગાંજા સાથે યુવતી સહિત સાત ઝડપાયા 2 - image્સ્કેનરમાં ડ્રગ્સ ન સ્કેન ન  થાય તે માટે ખાસ પેકિંગમાં લાવતા હતા


પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે થાઇલેન્ડ એરપોર્ટથી આરોપીઓને ડ્ગ્સને ખાસ કપડામાં પેક કરીને આપવામાં આવતું હતું. જેમાં તેને સ્કેનરથી પકડી ન શકાય તેવા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે અગાઉ પણ આરોપીઓ આસાનીથી એરપોર્ટની બહાર નીકળી ગયા હતા. જો કે આ સમગ્ર મામલે પોલીસ એરપોર્ટના સ્ટાફ સંડોવણી શક્યતાને અંગે પણ તપાસ કરી રહી છે.

એનસીબીએ ૧૦ કિલો ચરસ સાથે ત્રણની ધરપકડ કરી

ગુજરાત એનસીબીના અધિકારીઓએ  અડાલજ  ટોલપ્લાઝા ખાતે બાતમીને આધારે સોમવારે વોંચ ગોઠવીને રાજસ્થાનથી આવી રહેલી એક શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતા તેમાંથી ૧૦ કિલો ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે એનસીબીએ અમદાવાદમાં રહેતા બસીર અહેમદ, મોહમંદ મોહસીન અને સુર્યાબાનુ નામની મહિલાની ધરપકડ કરી હતી. આ અંગે એનસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News