૬૦ વર્ષ જૂના પરિમલ ગાર્ડનને મળ્યું નવું સ્વરૂપ
અમદાવાદ, તા. ઓગષ્ટ 9, 2022, મંગળવાર
ભારતના સૌથી જૂના જાહેર બગીચાઓમાનો એક, એટલે કે પરિમલ ગાર્ડનનું વૈજ્ઞાનિક રીતે તેમજ સૌંદર્યલક્ષી દ્રષ્ટી સાથે ટોરેન્ટ ગ્રુપની નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન- UNM ફાઉન્ડેશન દ્વારા રીસ્ટોરેશન કરવામાં આવ્યું છે. UNM ફાઉન્ડેશનની ‘પ્રતિતિ’ પહેલની હેઠળ રિસ્ટોર થયેલ આ સુંદરતમ, નયનગમ્ય, લેન્ડસ્કેપ ગાર્ડનને અનેક મોર્ડન સુવિધા સાથે આજે જન સામાન્યને સમર્પિત કરવામાં આવ્યું છે.
બગીચા માટેનું વર્લ્ડ ક્લાસ ઉદાહરણ
નવીનતમ ડેવલપ થયેલ અને 8.5 એકરમાં ફેલાયેલ પરિમલ ગાર્ડનએ જાહેર બગીચાઓ માટેનું વર્લ્ડ ક્લાસ ઉદાહરણ છે. છેલ્લા છ દાયકાઓથી પરિમલ ગાર્ડન શહેરના ઉતાર અને ચઢાવનું સાક્ષી રહ્યું છે. 60 વર્ષના લાંબા સમયગાળામાં આ બગીચાએ શહેરની સંસ્કૃતિ, સાંસ્કૃતિક વિરાસત અને વારસાને બરાબર અકબંધ પણે જાળવી રાખ્યા છે. શહેરના દરેક પરિવારે અહીં અવશ્યપણે મુલાકાત લેવા જેવી છે.
ઐતિહાસિક મહત્વ
1950 ના છેલ્લા થોડા સમયગાળામાં AMCના પ્રથમ મેયર શ્રી ચિનુભાઈ ચીમનલાલ કે જેઓ મોટાભાગે ચીમનભાઈ મેયર તરીકે જાણીતા હતા, તેમણે દરખાસ્ત મૂકી કે, અમદાવાદમાં વિશિષ્ટતા સાથેના બગીચા-પાર્ક હોવા જોઈએ. તેમના આ વિચારે પરિમલ ગાર્ડનને જન્મ આપ્યો. શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સિટી કાઉન્સીલના સભ્ય શ્રી જયંતિલાલ ભીખાભાઇએ આ વિચારને આગળ વધારતા ટેક્સ્ટટાઈલ મિલ ઓનર્સ સમક્ષ આ પહેલને ફંડ પૂરું પાડવાની દરખાસ્ત મૂકી.
તેના નવા અવતારમાં પરિમલ ગાર્ડનની તેની ઇંટોની ચીમનીઓ અને બોગનવિલેઆ આર્બર જેવા છોડ સહિતની આગવી ઓળખને જાળવી રાખીને સંપૂર્ણપણે કાયાપલટ (રીસ્ટોરેશન) કરવામાં આવ્યુ છે. એકતરફ તમામ 400 વર્ષ જૂના વૃક્ષોનું જેમાં આઈકોનીક વડ પણ શામેલ છે, તેનું જતન કરવામાં આવ્યું છે તો બીજી તરફ વિવિધ 45 પ્રજાતિઓના 600 થી વધુ વૃક્ષોને અને 125 વિવિધતાના 75000 છોડવાઓને ઉમેરવામાં આવ્યા છે. બગીચાની હરિયાળીમાં વધારો કરવા વાંસ અને પાલ્મને પણ રોપવામાં આવ્યા છે.
આ ગાર્ડનની વિશેષતાઓ
• લગભગ 13,000 ચો.ફૂટનો ધ્યાન અને મેડીટેશન એરીયા
• વિવિધ પ્રકારના કમળ અને માછલીઓ સાથેનું કમળ સરોવર
• વિવિધ પ્રકારના હર્બલ અને જડીબૂટ્ટીઓ સાથેના ઔષધાત્મક ગુણો તત્વો ધરાવતા ગિલોય, આદૂ, હળદર, લેમન ગ્રાસ, કુવારપાઠું સહિતના છોડ સાથેનું ઔષધોને સમર્પિત હર્બ ગાર્ડન.
• સરોવરની આસપાસ નિરાંતથી બેસી શકાય તેવી 100 ટેરાઝો બેન્ચ (બાંકડાઓ) કે જેના પર 500 લોકો બેસી શકે છે.
• ઇકો-ફ્રેન્ડલી વોક વે કે જે ચાલવા માટે અનુકૂળ છે તેમજ ઘૂંટણ પર વધારે ભાર ન આવે તે રીતે બનાવાયા છે.
• 1450 ચો.ફૂટ ને આવરી લેતો પ્રદર્શન, કે કલાકૃતિઓના સ્ટોરેજ માટે આદર્શ એવો નેચર કોરર (રંગમંચ)
• બે માળનું અદ્યતન ઇક્વિપમેન્ટ સાથેનું પુરુષો અને મહિલાઓની અલગ અલગ વિભાગ ધરાવતું જીમ્નાશિયમ કે જે બાળકો માટે પણ ડેડીકેટેડ જીમ ધરાવે છે જેથી તેમને એક્ટિવ અને ફીટ રહેવા માટે પ્રોત્સાહિત કરી શકાય.
• સાથે જ ગાર્ડનને એવી રીતે ડીઝાઈન કરવામાં આવ્યું છે કે, જેથી નાગરિકો તેમના પાળતું શ્વાન કે અન્ય (પેટ) સાથે પણ બગીચામાં હરી ફરી શકે જે તેને ભારતના આવા કેટલાક જાહેર પેટ પાર્ક માનો એક બનાવે છે.
UNM ફાઉન્ડેશનના ડિરેક્ટર સપના મહેતાએ જણાવ્યુ કે “અમદાવાદમાં નાગરિકોને સમર્પિત ગાર્ડનનો કોન્સેપ્ટ પહેલા લગભગ દસ દાયકા પૂર્વે થયો હતો. તે સમયના મિલ માલિકો દ્વારા આ કોન્સેપ્ટ અમલમાં લાવવામાં આવ્યો હતો. એક કોર્પોરેટ તરીકે અને એક નાગરિક તરીકે પણ ટોરેન્ટમાં અમે વિચાર્યું કે તેમની મહેનત વ્યર્થ ન થવી જોઈએ. આપણે આપણાં શહેરની હરિયાળીને વધુ સમૃદ્ધ બનાવવી જોઈએ. અંદાજે બે દાયકા પહેલા અમે આ જવાબદારીને સંભાળી અને જૂના ઐતિહાસિક વારસા સમાન બગીચાઓની જાળવણી અને તેને કાયાપલટ કરવાનું શરૂ કર્યું.
અત્યારસુધીમાં UNM ફાઉન્ડેશનની પહેલ ‘પ્રતીતિ’ હેઠળ અમે શહેરમાં લગભગ 8 જેટલા બગીચાઓને ડેવલપ કર્યા છે તેમજ તેની જાળવણી કરી રહ્યા છીએ.