અમદાવાદના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ખારીકટ કેનાલની બંને સાઈડ ડાયાફ્રામ વોલ બનાવવાની કામગીરી પુરી કરાઈ
વોટર વે કેનાલ રીડેવલપમેન્ટની સાઈઝ પ્રમાણે ખુલ્લો કરવામાં આવ્યો
અમદાવાદ,બુધવાર,6 ડીસેમ્બર,2023
અમદાવાદ પૂર્વના ૨૨ કિલોમીટર વિસ્તારને આવરી લેતી ખારીકટ
કેનાલનુ રુપિયા ૧૨૦૦ કરોડના ખર્ચથી ડેવલપમેન્ટ પાંચ ફેઝમાં કરવામાં આવી રહયુ
છે.કેનાલની બંને સાઈડ અંદાજે ૧૬૩૦૦ રનીંગ મીટર લંબાઈમાં ડાયાફ્રામ વોલ બનાવવાની
કામગીરી પુરી કરાઈ છે.વોટર વે કેનાલ રીડેવલપમેન્ટની સાઈઝ પ્રમાણે ખુલ્લો કરવામાં
આવ્યો છે.
ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પાછળ થનારા ખર્ચ પૈકી રુપિયા ૬૦૦
કરોડની ફાળવણી રાજય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે.રુપિયા ૬૦૦
કરોડનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશને કરવાનો રહેશે.આ રકમ વર્લ્ડબેન્ક કે અન્ય
ગ્રાન્ટમાંથી મેળવવાની રહેશે.ખારીકટ કેનાલ ડેવલપમેન્ટની કામગીરી અંગે રાજયના
મુખ્યમંત્રીએ મ્યુનિ.ના મેયર,
ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.મ્યુનિ.તરફથી
કેનાલ નવીનીકરણના પ્રથમ તબકકામાં નરોડા સ્મશાન કેનાલથી લઈ ઓઢવ ફાયર સ્ટેશન સુધી
અંદાજે ૭૫૦૦ રનીંગ મીટર લંબાઈનું કેનાલની બંને બાજુએ ડાયાફ્રામ વોલની કામગીરી પુરી
કરી કેનાલમાંથી માટી ઉપાડી ૩૧ મે-૨૦૨૩ સુધીમાં કલીયર વોટર વે કરવાની કામગીરી પુરી કરાઈ હોવાની વિગત આપવામાં
આવી હતી.હાલમાં કેનાલની બંને સાઈડ ડાયાફ્રામ વોલ બનાવવાની કામગીરી પુરી કરવા સાથે
૮૭૫૦ રનીંગ મીટર લંબાઈ જેટલા ભાગમાં વોટર વે કેનાલ રીડેવલપમેન્ટની સાઈઝ પ્રમાણે
ખુલ્લો કરાયો છે.રીડેવલપમેન્ટની ચાલી રહેલી કામગીરી દરમિયાન આગામી વર્ષે ચોમાસા
પહેલા નરોડા સ્મશાન કેનાલથી લઈ ઓઢવ ફાયર સ્ટેશન સુધીના વિસ્તારમાં અંદાજે ૭૫૦૦
રનીંગ મીટર લંબાઈમાં કેનાસ સેશન વધારાના વોટર વે સાથે ૩૧ મે-૨૦૨૪ સુધીમાં ખુલ્લો
મુકવા મ્યુનિસિપલ તંત્ર દ્વારા કવાયત શરુ કરાઈ છે.