Get The App

પૈસા ડબલ કરવાની લાલચ ભારે પડી! અમદાવાદના યુવક સાથે લાખોની છેતરપિંડી, પોલીસે તપાસ હાથ ધરી

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
પૈસા ડબલ કરવાની લાલચ ભારે પડી! અમદાવાદના યુવક સાથે લાખોની છેતરપિંડી, પોલીસે તપાસ હાથ ધરી 1 - image


Ahmedabad News : રાજ્યમાં એકના ડબલ અને ત્રણ ગણા કરવાનું કહીને કૌભાંડ આચારવામાં આવ્યું હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદનો એક યુવક એકના ડબલની પોન્ઝી સ્કીમનો ભોગ બન્યો છે. જેમાં યુવકે બીજા પાસેથી ઉછીના 69 લાખ રૂપિયા લઈને ડબલ કરવા જતા આરોપીએ 1.40 કરોડ રૂપિયાની ચિલ્ડ્રન્સ બેંકની નકલી નોટો પકડાવી દીધી હતી. સમગ્ર મામલે યુવકે છેતરપિંડી કરનારા સહિત પાંચ શખસો વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી.

અમદાવાદના યુવકે પૈસા ડબલની લાલચમાં રૂ.69 લાખ ગુમાવ્યા

સુરેન્દ્રનગરમાં એકના ડબલ કરી આપવાની સ્કીમમાં અનેક લાલચું ફસાયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા પ્રભાકર કનોજીયા નામના યુવકે એકના ડબલની સ્કીમમાં લાખો રૂપિયા ગુમાવ્યા હતા. ઘટના એમ છે કે, પ્રભાકરના મિત્રએ સાયલામાં અનિરુદ્ધસિંહ ઝાલા નામનો શખસ એકના ડબલ કરી આપતો હોવાની જાણકારી આપી હતી. આ પછી તેઓ 30 ડિસેમ્બર, 2024ના રોજ અનિરુદ્ધસિંહને મળ્યા ગયા હતા. જેમાં પ્રભાકરે 50 હજાર રૂપિયા આપતા અનિરુદ્ધસિંહે તેના 61 હજાર રૂપિયા આપ્યા હતા. જો કે, ત્યારબાદ પ્રભાકર વધુ લાલચમાં આવીને બીજા પાસેથી ઉછીના રૂપિયા લઈને અનિરુદ્ધસિંહને 69 લાખ રૂપિયા આપ્યા હતા, જેના બદલામાં અનિરુદ્ધસિંહે પ્રભાકરને 1.40 કરોડ રૂપિયાની નોટો ભરેલો થેલો આપ્યો હતો. જેમાં પ્રભાકર થેલો લઈને ત્યાંથી નીકળી ગયો હતો.

ત્યારબાદ થોડે દૂર જઈને પ્રભાકરે થેલામાં ચેક કર્યું તો 500ના કૂપનવાળી ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની નકલી નોટો નીકળી હતી. સમગ્ર ઘટનામાં મામલે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા પ્રભાકરે અનિરુદ્ધસિંહ સહિત પાંચ શખસો વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

આ પણ વાંચો: વિદ્યાર્થીઓને ભણતરનો ભાર: કેન્દ્ર-રાજ્ય સરકારે સ્કૂલ બેગ-અભ્યાસ અંગે નિયમો બનાવ્યા પરંતુ અમલ નહીં!

પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અનિરુદ્ધસિંહે વર્ષ 2023માં રાજકોટના એક વેપારી સાથે 40 લાખની છેતરપિંડી કરી હતી. જે મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે એપ્રિલ 2024ના રોજ આરોપીની ધરપકડ કરી હતી. 


Google NewsGoogle News