અમદાવાદ એસપી રીંગ રોડ પર બે કાર અને સ્કૂલવાન વચ્ચે અકસ્માત, ટ્રાફીકજામ દ્રશ્યો સર્જાયા

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News


School-Van

Triple Accident on SP Ring Road  : અમદાવાદમાં અવર નવાર અકસ્માતના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. તેવામાં એસ પી રીંગ રોડ પાસેના ઓઢવ વિસ્તારના ગિરિવર રેસીડેન્સી નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં સ્કૂલવાન સહિત બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓ હિબકી ઉઠ્યા હતા.

અકસ્માતમાં વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચતા અન્ય વાહનની વ્યવસ્થા કરીને તેઓને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાતા ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળતા ઘટના સ્થળ પર ટ્રાફીક પોલીસ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલાં અલગ અલગ ઘટનામાં બે બાળકીઓ સ્કૂલવાનમાં પડી ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. સ્કૂલવાન ચાલકો બેફામ વાહનો હંકાવતા હોવાથી અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. સ્કૂલવાન ચાલકો માટે સ્પીડ લિમિટ ખૂબ જરૂરી છે.

તો બીજી તરફ  સ્કૂલ વાન અને રીક્ષાઓમાં ઘેંટા બકરાની જેમ  બાળકોને ભરવામાં આવે છે છતાં વાલીઓ પોતાના જ સંતાનોને લાચાર બનીને  જોયા કરે છે. કારણકે કેટલાક કિસ્સામાં ઓછા બાળકોને બેસાડવા માટે વાન કે રીક્ષા ચાલકો જેટલા પૈસા માંગે છે તેટલા આપવાની વાલીઓની ત્રેવડ નથી હોતી અને ઘણી વખત વાલીઓ વધારે પૈસા આપવા તૈયાર હોય છે પણ તેમને સ્કૂલ વર્ધીના વાહનનો વિકલ્પ મળતો નથી.


Google NewsGoogle News