Get The App

સાબરમતી રીવરફ્રન્ટ પર સ્ટંટ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ અપાયા

સ્કૂટર-બાઇક જોખમી સ્ટંટ નિયમિત બન્યા

થોડા દિવસ પહેલા સ્કૂટર પર પુરઝડપે જતા ત્રણ સગીર વયના બાળકોને ગંભીર અકસ્માત નડયો હતો

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
સાબરમતી રીવરફ્રન્ટ પર સ્ટંટ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ અપાયા 1 - image

અમદાવાદ,રવિવાર

શહેરના રીવરફ્રન્ટના રસ્તાઓ પર બાઇક અને સ્કૂટરને પુરઝડપેે ચલાવીને ટીનેજર બાળકો અને યુવાનો દ્વારા કરવામાં આવતા સ્ટંટના કારણે  વાહનચાલકોને નિયમિત રીતે હાલાકી પડે છે. એટલું જ આવા તત્વોના કારણે અન્ય વાહનચાલકોના જીવને પણ જોખમ રહે છે. થોડા દિવસ પહેલા સ્કૂટર પર પુરઝડપે જતા ત્રણ સગીર વયના બાળકોને અકસ્માત નડયો હતો. જે અંગે પોલીસે બાળકોને સ્કૂટર આપનાર વાલી વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.  રીવરફ્રન્ટના રસ્તા પર સાંજના સમયે રેસ લગાવવાના તેમજ રીલ માટે સ્ટંટ કરતા વાહનચાલકોને કારણે પણ નાના મોટા અકસ્માત થતા રહે છે. એટલું જ નહી રીવરફ્રન્ટ પર ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિની મર્યાદા રાખવામાં આવી છે. પરંતુ, ઘણીવારે ૮૦ થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ વાહન ચલાવવામાં આવે છે. આમ, રીવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમના રસ્તા પર કેટલાંક વાહનચાલકોની બેદરકારીને કારણે મોટી ઘટના બની શકે તેમ છે. 

આ બાબત ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સામે આવતા તેમણે  રીવરફ્રન્ટ રસ્તા પર પુરઝડપે વાહન ચલાવતા , સ્ટંટ કરતા લોકો સામે આકરી કાર્યવાહી કરવા માટે સુચના આપી છે. એટલુ જ  ઓવર સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ દંડની કામગીરી વધારવા માટે પણ આદેશ આપ્યા છે.



Google NewsGoogle News