Get The App

અમદાવાદ ટ્રાફિક પોલીસ પર લગામ! ફરજિયાત કેમેરો પહેરવો પડશે, સ્પેશિયલ મોનિટરિંગ સ્કવૉડ રાખશે નજર

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
અમદાવાદ ટ્રાફિક પોલીસ પર લગામ! ફરજિયાત કેમેરો પહેરવો પડશે, સ્પેશિયલ મોનિટરિંગ સ્કવૉડ રાખશે નજર 1 - image


Ahmedabad Traffic Police: અમદાવાદમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને હાઈકોર્ટે પણ ઘણીવાર ટ્રાફિક પોલીસને ફટકાર લગાવી છે. તેમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ દેખાતો નથી. ઘણીવાર તો એવું પણ જોવા મળે છે કે, ટીઆરબી જવાનો ચાર રસ્તા પર સિગ્નલ પર ઉભા તો હોય છે, પણ પોતાના ફોનમાં જ પડ્યા હોય છે. જેને લઈને હવે ટ્રાફિક પોલીસે કડક પગલાં લીધાં છે. ટીઆરબી જવાનો અને પોલીસ ટ્રાફિકના નિયમનું પાલન કરાવે છે કે નહીં તેની નજર રાખવા માટે ટ્રાફિક જેસીપી એન.એન.ચૌધરીએ સ્પેશિયલ મોનિટરિંગ સ્ક્વોડની રચના કરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં હેડક્વાર્ટર સામે જ પોલીસકર્મીઓની 'દારૂની મહેફિલ', 5 સામે ગુનો દાખલ કરાયો

ટ્રાફિક પોલીસ સામે થશે કડક કાર્યવાહી

આ ટીમ દ્વારા જે પણ ટ્રાફિક પોલીસ કે ટીઆરબી જવાન ફરજ પર હશે તેમને ફરજિયાત બોડીવોર્ન કેમેરા પહેરાવશે. જેનું મોનિટરિંગ કંટ્રોલ રૂમમાં હાજર મોનિટરિંગ સ્ક્વોડ દ્વારા જ કરવામાં આવશે. જો કોઈ ટ્રાફિક પોલીસ ફરજ દરમિયાન કોઈપણ પ્રકારની ગફલત કરતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ નવરાત્રિમાં છેડતીની 16 ફરિયાદ, સૌથી વધુ અમદાવાદમાં મદદ માગી, અકસ્માતના રોજના 500 કેસ

સ્પેશિયલ મોનિટરિંગ સ્ક્વોડ રાખશે ચાંપતી નજર

જેસીપી તથા ડીસીપી દ્વારા સ્પેશિયલ મોનિટરિંગ સ્ક્વોડની રચના સાથે ફરજ દરમિયાન યુનિફોર્મ નવ પહેરવા તેમજ દંડ તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ફરજ દરમિયાન મોબાઈલ ફોન વાપરવો, ટોળા વળીને ઉભા રહેવું, રસ્તાની બાજુમાં રીક્ષા કે બાઇક પર બેસી રહેવું જેવી હરકતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કોઈપણ ટીઆરબી જવાન કે ટ્રાફિક પોલીસ આ પ્રકારની ઘટના કરતા જણાશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 



Google NewsGoogle News