'હેરાનગતિ કરતાં અધિકારીઓને અટકાવો નહીંતર બંધનું એલાન કરીશું', નાના વેપારીઓ લડી લેવાના મૂડમાં
Traders in Ahmedabad: અમદાવાદના કોટ વિસ્તારમાં વેપાર કરી રહેલા નાના વેપારીઓની સતત કનડગત કરીને તેમની પાસેથી પૈસા પડાવી રહેલા જીએસટી અધિકારીઓ સામેના વિરોધ નોંધાવવા સોમવારે (23મી ડિસેમ્બર) જીએસટી કમિશનરને મળીને રજૂઆત કરશે. વેપારીઓનું કહેવું છે કે, 'જો જીએસટી કમિશનર તરફથી યોગ્ય પ્રતિભાવ ન મળે તો તેવા સંજોગોમાં અમે ગમે ત્યારે કોટ વિસ્તારના બંધનું એલાન કરશે.'
જીએસટીના અધિકારીઓની દાદાગીરી!
એક તરફ ઓનલાઈન વેપાર નાના વેપારીઓ પાસેથી 45 ટકાથી વધુ ધંધો છીનવી ગયો છે. નાના વેપારીઓ વેપાર ટકાવવા સંઘર્ષ કરી રહ્યાછે. ત્યારે અધિકારીઓ ગમે ત્યારે આવીને રોકડી કરી રહ્યા છે. શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનન મેઘરાજ ડોડવાણીએ જણાવ્યું હતુ કે, 'નાના અને મધ્યમ કદના વૈધારી અને વલણથી પરેશાન છે. અધિકારીઓની દાદાગીરી અંગે છેલ્લા એક વર્ષથી સરકારમાં રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ બહેરા કાને અથડાઈ છે. જીએસટી અધિકારીઓ મનસ્વી રીતે બેન્ક એકાઉન્ટ સીઝ કરી નાખીને વેપારીઓના ધંધા અટકાવી રહ્યા છે.'
મેઘરાજ ડોડવાણીએ જણાવ્યું હતુ કે, 'એકાઉન્ટ ખોલી આપવામાં પણ મહિનાઓ લગાડવામાં આવી રહ્યા હોવાથી વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. બેન્ક એકાઉન્ટને ટાંચ લગાડવા ઉપરાંત અધિકારી સામે ફરિયાદ કરવા કોઈ આગળ આવશે તો તેની ધંધા પાણી બંધ કરાવી દેવા સુધીની ધમકી આપી રહ્યા છે. પરિણામે વેપારીઓ બોલી શકતા નથી.'
વેપારીઓની ચીમકી, જીએસટીના ભ્રષ્ટ અધિકારીઓનાં નામ જાહેર કરીશું
અમદાવાદમાં મોબાઈલના વેપારીઓ અને ઈલેક્ટ્રોનિકની દુકાન ધરાવતા વેપારીઓએ જીએસટીના અધિકારીઓની કનડગત બંધ ના થાય બંધ પાળવાની અને ભ્રષ્ટાચારી અધિકારીઓનાં નામ જાહેર કરવાની ચીમકી આપી હતી. જીએસટી વિભાગના અધિકારીઓએ ઓક્ટોબર 2023માં 140 મોબાઈલના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરીને વેપારીઓના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા.
એક વર્ષ કરતાં વધારે સમય થવા છતાં આકારણી ના કરાઈ અને જીએસટી નંબર પણ રદ કરી દેવાતાં અકળાયેલા વેપારીઓએ બંધ પાળવાની ચીમકી આપવી પડી છે. અમદાવાદમાં મોબાઈલના વેપારીઓ અને ઈલેક્ટ્રોનિકની દુકાન ધરાવતા વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દરોડાની ધમકી આપીને તથા હોવાની ફરિયાદ વેપારીઓએ જીએસટી છે.
આ ફરિયાદના પગલે અધિકારીઓએ વેપારીઓને કસ્ટમ હાઉસમાં સેન્ટ્રલ જીએસટીના જોઈન કમિશનરે સોમવારે રૂબરૂમાં મળવા માટે બોલાવ્યા છે. વેપારીઓનું કહેવું છે કે, આ બેઠકમાં વેપારીઓની સમસ્યાનો ઉકેલ ના આવે તો મંગળવારે અમદાવાદના તમામ ઈલેક્ટ્રોનિક માર્કેટ ના વેપારીઓ બંધ પાડીને ભ્રષ્ટાચાર આચારનાર અધિકારીઓના નામ જાહેર કરી દેશે.