ડૉલરમાં છેતરપિંડી : અમદાવાદથી અમેરિકામાં આંતરરાષ્ટ્રીય ઠગાઈનું રેકેટ, 6 આરોપી કલાકોમાં મુક્ત
Image : Pixabay |
International Fraud Racket: આયોજનબધ્ધ રીતે ચાલતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના આર્થિક કૌભાંડોની તપાસમાં ગુજરાત ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ગળાડૂબ બની નોંધપાત્ર કાર્યવાહી કરી રહીછે. પરંતુ અમદાવાદ અને આંધ્રપ્રદેશથી અમેરિકા કોલ કરીને ત્યાંના નાગરિકોને છેતરવાના આંતરરાષ્ટ્રીય ઠગાઈના રેકેટમાં સીઆઈડીની કાર્યપદ્ધતિ ચર્ચામાં આવી છે.
સીઆઈડીની કાર્યપધ્ધતિ ચર્ચાનું કેન્દ્ર બની
અમદાવાદમાં વસ્ત્રાપુરની હોટલ, રામોલમાં ઓફિસ તેમજ આંધ્રપ્રદેશમાં કોલ સેન્ટર ચલાવી વાયા ચાઈના પૈસાની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય કૌભાંડના છ આરોપીઓને સીઆઈડીએ જ કલાકોમાં જામીન ઉપર મુક્ત કરી દીધાં છે. જો કે, લાંબો ઉક્ત કરાદાથી સમય ચાલનારી ટેકનિકલ તપાસ માટે આરોપીઓને નોટિસ આપીને બોલાવવાના અધિકારનો સીઆઈડી ઉપયોગ કરશે. પણ, સીઆઈડીની અનેક પૈકીની આ કાર્યપધ્ધતિ પોલીસ તંત્રમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
કોલ સેન્ટર ભાડે રાખી રેકેટ ચલાવવામાં આવતું હતું
સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગરના પી.આઈ.એ નોંધાવેલી ફરિયાદ મુજબ, સોમવારે રામોલ ટોલ પ્લાઝા પાસે જૈવીક સુદાણી નામના યુવકની ઓફિસમાં તેમજ વસ્ત્રાપુરમાં આવેલી હોટલ પ્રાઈડના રૂમમાં દરોડા પાડીને અમેરિકી નાગરિકોને ફોન કરી ડોલરમાં છેતરપિંડીનું રેકેટ પકડી પાડવામાં આવ્યું હતું. અમદાવાદથી સંચાલિત આ ઠગાઈના આંતરરાષ્ટ્રીય રેકેટમાં કોલ સેન્ટર આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે ઓફિસ ભાડે રાખી 40 છોકરાઓને ટેલીકોલર તરીકે રાખીને આચરવામાં આવતું હતું.
અમેરિકી નાગરિકોને ગભરાવી દેવાતા હતા
અમેરિકી નાગરિકોને શોર્ટ ટર્મ લોન આપવાના બહાને, એમેઝોન કંપનીના નામે ખોટા ફોન કરી તમારા એકાઉન્ટમાં સાયબર એટેકથી ખોટા ઓર્ડર પ્લેસ થયાં છે, બેન્ક એકાઉન્ટ બ્લોક કરી ખોટી લોન અને એમેઝોન આઈડી હેક થયાના બહાના કરીને અમેરિકી નાગરિકોને ગભરાવી દેવાતા હતા. આ સમસ્યાના નિરાકરણના બહાને અમેરિકી નાગરિકો પાસેથી ગિફ્ટ કાર્ડ, ક્રિપ્ટો કરન્સી, વોલમાર્ટ બારકોડ ખરીદ કરાવી એકથી 2000 ડોલર ફીપેટે વસુલવામાં આવતાં હતાં. ડોલરની આ રકમ ચાઈનાના પ્રોસેસર થકી ઈન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરી પૈસા આંગડિયા કે બીટકોઈન થકી હેરાફેરી કરીને મેળવવામાં આવતાં હતાં.
માસ્ટર માઈન્ડ શખ્સ હાથમાં આવ્યો નથી
નોંધપાત્ર બાબત એ છે કે, સીઆઈડીએ ઉત્કૃષ્ટ કામગીરી કરી સિંધુ ભવન રોડ ઉપર તાજ હોટલ નજીક રહેતા સુત્રધાર સાગર બાલક્રિષ્ન પટેલ અને તેના પાર્ટનર અભિષેક પ્રદિપભાઈ બનવીરને 'ઝડપી લીધાં હતાં. સાથે જ પ્રોસેસર તરીકે કામ કરતા હાર્દિપ દેશુરભાઈ નંદાણિયા (રહે. પ્રહલાદનગર), કોલ ડેટા પ્રોવાઈડર હાર્દિક ભરતભાઈ પટેલ (રહે. નવા નરોડા), જૈવિક સવજીભાઈ સુદાણી (રહે. રામોલ) અને કર્મચારી હિરેન ગિરીશભાઈ પટેલ (રહે. નિકોલ)ને ઝડપી લીધાં હતાં. ચાર વોટ્સ-એપ ગ્રુપ બનાવાતી ચલાવાતાં કાભાંડમાં ઉદય શેટ્ટી સુડો નામનો માસ્ટર માઈન્ડ શખ્સ હાથમાં આવ્યો નથી.
સીઆઈડીની ટીમે મુદ્દામાલ કબજે કર્યો
સીઆઈડીની ટીમે 13 મોબાઈલ ફોન, ત્રણ મોંઘીદાટ કાર મળીને કુલ 48 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગત જાન્યુઆરી મહિનાથી ચાલતાં આ કૌભાંડમાં પકડાયેલા છ આરોપીઓને ધરપકડ કર્યાના કલાકોમાં જ સીઆઈડીએ જ જામીન આપ્યાંનો મુદ્દો પોલીસ તંત્રમાં જ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કરોડો રૂપિયાના આ કૌભાંડમાં નાણાંકીય હેરાફેરી સહિતના અનેક મુદ્દા તપાસ માગી લે તેવાં છે. છતાં પોલીસને મળતાં અધિકારને ઉપયોગ કરીને અમદાવાદ અને આંધ્રપ્રદેશથી અમેરિકા અને ચાઈનાને સાંકળતા આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં સુત્રધારો સહિતના તમામ છ આરોપીઓને સીઆઈડીએ જ જામીન આપી દીધાં છે.
સીઆઈડીની કાર્યપધ્ધતિ હવે ચર્ચામાં આવવા લાગી
જો કે, ટેકનિકલ પ્રકારની તપાસ હોવાથી આરોપીઓને જરૂરિયાત મુજબ નોટિસો આપીને બોલાવવા તેવી સુચનાનું પાલન કરવામાં આવ્યાની ચર્ચા છે. ચર્ચા તો ત્યાં સુધી છે કે, અમદાવાદના વિવાદાસ્પદ શખ્સના પુત્ર ઉપરાંત અગાઉ આવા આર્થિક કૌભાંડમાં પકડાઈ ચૂકેલાં રીઢા આરોપીઓને આપ્રકારે પૂરતી તપાસ વગર જ નોટિસ પ્રકાર પૂરત આપી જરૂરિયાત મુજબ નોટિસ આપી ગય કેમ લેવાયો ? બોલાવવાનો નિર્ણય કેમ લેવાયો? આ કેસમાં સાચું જે હોય તે પણ સીઆઈડીની કાર્યપધ્ધતિ હવે ચર્ચામાં આવવા લાગી છે.