અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડી જતાં મુસાફરોનો જીવ અદ્ધર, રેલવે વ્યવહાર ખોરવાયો

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડી જતાં મુસાફરોનો જીવ અદ્ધર, રેલવે વ્યવહાર ખોરવાયો 1 - image


Ahmedabad Mumbai Train : અમદાવાદથી મુંબઇ જઇ રહેલી ડબલ ટેકર ટ્રેનને સુરત નજીક અકસ્માત નડ્યો હતો. પેસેન્જરો ભરેલી ડબલ ડેકર ટ્રેન નંબર (12935) ના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા. જેથી મુસાફરોના જીવ અદ્ધર થઇ ગયા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. અકસ્માતની જાણ રેલવેનો ટેક્નિકલ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. 

હાલમાં રેલવેની ટેક્નિકલ ટીમ નિરીક્ષણ કરી રહી છે કે કઇ રીતે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હતા. હાલમાં ટેક્નિકલ ખામીના લીધે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેનના ડબ્બા છૂટા પડી જતાં રેલવે વ્યવહાર પર અસર પડી છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદથી મુંબઇ જઇ રહેલી અને મુંબઇથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. છૂટા પડી ગયેલા ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે ત્યારબાદ ટ્રેનને રવાના કરવામાં આવશે. ટ્રેનો મોડી ચાલી રહી હોવાની મુસાફરોને થોડી અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. 


Google NewsGoogle News