Get The App

બદરખા પાસે ફિનાઇલના ગોડાઉનમાં છુપાવેલો ૨૪ લાખનો દારૂ જપ્ત કરાયો

અમદાવાદ ગ્રામ્ય એલસીબીનો દરોડો

૧૫ દિવસ પહેેલા પણ ૧૫૦ પેટી વિદેશી દારૂ રાજસ્થાનથી મંગાવાયો હતોઃ મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરાઇ

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
બદરખા પાસે ફિનાઇલના ગોડાઉનમાં છુપાવેલો ૨૪ લાખનો દારૂ જપ્ત કરાયો 1 - image

અમદાવાદ,બુધવાર

અમદાવાદ જિલ્લાના બદરખા ગામની સીમમાં ફિનાઇલના ગોડાઉનની આડમાં છુપાવેલો રૂપિયા ૨૪ લાખની કિંમતનો વિદેશી ગ્રામ્ય પોલીસ એલસીબી દ્વારા જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રામથિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ૧૫ દિવસ અગાઉ પણ એક ટ્રકમાં ૧૫૦ પેટી દારૂ ગોડાઉનમાં લાવવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ જિલ્લાના બદરખા ગામની સીમમાં આવેલા એક ગોડાઉનમાં ફીનાઇલનો સ્ટોક રાખવાની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમી અમદાવાદ ગ્રામ્ય એલસીબીના સ્ટાફને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડીને ગોડાઉનમાંથી રૂપિયા ૨૪લાખની કિંમતની  ૭૩૫૫ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ અંગે પોલીસે  રમેશ ચૌધરી (ઉંમગ ફ્લેટ,રંગોલીનગર, નારોલ) અને રાજુ ભીલની ધરપકડ કરી હતી. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર એન કરમટિયાએ જણાવ્યું કે બંને આરોપીઓ મુળ રાજસ્થાનના છે અને ૧૫ દિવસ પહેલા તેમણે રાજસ્થાનથી દારૂનો મોટો જથ્થો મંગાવ્યો હતો. ત્યારબાદ બે દિવસ પહેલા વધુ એક ટ્રક ખાલી થઇ હોવાની બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડીને સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે.



Google NewsGoogle News