બોપલ-આંબલી રોડ અકસ્માત કેસ: રિપલ પંચાલનું લાયસન્સ કાયમી ધોરણે રદ
Ahmedabad RTO cancels license of Ripal Panchal : અમદાવાદ શહેરના બોપલ-આંબલી રોડ પર 25મી નવેમ્બરે ઓડીના કારચાલક રિપલ પંચાલે નશાની હાલતમાં 5થી 7 વાહનોને અડફેટે લીધા હતા. સ્થળ પર ઉપસ્થિત રોષે ભરાયેલા લોકોએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. રિપલે કોર્ટમાં જામીન અરજી કરતા તેને શરતી જામીન મળી ગયા હતા. પરંતુ અમદાવાદ આરટીઓએ રિપલ સામે કડક કાર્યવાહી કરીને તેનું લાયસન્સ કામ માટે રદ કરી દીધુ છે. એટલે કે રિપલ હવે વાહન નહીં ચલાવી શકે.
આ પણ વાંચો: અમદાવાદ અકસ્માત કેસ, નશેડી રીપલ પંચાલને મળ્યા શરતી જામીન
જાણો શું હતો સમગ્ર મામલો?
સોમવારે (25મી નવેમ્બર) વહેલી અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલક રિપલ પંચાલે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી પાંચથી સાત જેટલા વાહનો અડફેટે લીધા હતા. ત્યારબાદ તેની કાર રેલિંગ સાથે અથડાતાં રોકાઈ ગઈ હતી. ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ રિપલને મેથીપાક ચખાડ્યો હતો. જો કે, પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી.