અમદાવાદમાં પણ રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ, પોલીસનું જાહેરનામું
Public Notice On Firecracker Restrictions In Ahmedabad: પોલીસ માટે નવરાત્રિ જેવી જ સ્થિતિ દિવાળીમાં સર્જાઈ રહી છે. અમદાવદામાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે. વર્ષના સૌથી મોટા તહેવારોની મુક્ત મનની ઉજવણીમાં કાયદાનું બંધન અનુભવાતું હોવાનું અનેક નાગરિકો કહે છે. આ વર્ષે દિવાળીનો માહોલ જામી રહ્યો છે ત્યારે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયા કરવામાં આવી છે. ધ્વનિ અને વાયુ પ્રદૂષણ અંગેના કાયદા કાગળ ઉપર મજબૂત છે. પરંતુ આ કાયદાઓની અમલવારી ઈચ્છા પડે ત્યારે અને પોતાની ઈચ્છાપૂર્તિ માટે અમુક પોલીસકર્મી કરતાં હોવાની લોકફરિયાદો પણ કાયદાઓ જેટલી જ મજબૂત છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
પોલીસ કમિશનરે જાહાર કરેલા જાહરનામા અનુસાર, ધ્વનિ પ્રદૂષણ નિયમો 2000 અન્વયે ધ્વનિની માત્રાના ધોરણો નક્કી કરાયાં છે તેનું ચૂસ્તપણે પાલન જરૂરી છે. દિવાળીમાં ફટાકડા ફૂટવાના કારણે અને નવરાત્રિ તેમજ લગ્નપ્રસંગ અને મેળાવડાઓ દરમિયાન લાઉડ સ્પીકર, ડ્રમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણ ફેલાતું જોવા મળે છે. રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ, વાહનોની અવરજવર તેમજ હોર્ન વગાડવાના કારણે તેમજ બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનોથી પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે.
આ પણ વાંચો: અમદાવાદના કુખ્યાત ધમા બારડ અને તેની ગેંગ સાથે મોટી કાર્યવાહી, ગુજસીટોક હેઠળ ગુનો દાખલ
પ્રતિબંધ 31મી ડીસેમ્બર સુધી લંબાવતું જાહેરનામું
રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધીના સમયગાળામાં હોર્ન, ધ્વનિ, પ્રદૂષણ પેદા કરતાં બાંધકામ અંગેના સાધનો તેમજ ફટાકડા ફોડવા તથા લાઉડ સ્પીકર અને વાજિંત્રો વગાડવા ઉપર પ્રતિબંધ છે. અમદાવાદમાં અમલમાં રહેલો આ પ્રતિબંધ 31મી ડીસેમ્બર 2024 સુધી લંબાવતું જાહેરનામું પોલીસ કમિશનરે જાહેર કર્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની સત્તા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ પોલીસ અધિકારીને આપવામાં આવી છે.
આ પણ વાંચો: મેક્સિકોમાં ભયંકર અકસ્માત, ટ્રક સાથે ટક્કરમાં બસ ખીણમાં ખાબકી, 19નાં કમકમાટીભર્યા મોત
આમ તો આ પ્રકારનું જાહેરનામું અને તેની અમલવારી પોલીસ તંત્ર માટે સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ જાહેરનામાના અમલની પધ્ધતિ નાગરિકો માટે ઘણી વખત પીડારૂપ પણ બની જાય છે. આમ તો તહેવારો દરમિયાન આ પ્રકારના જાહેરનામાથી લોકોને પરેશાની સર્જતી પ્રવૃત્તિનો અતિરેક કરનારાં ઉપર અંકુશ મુકી શકાય છે. પરંતુ તહેવારોની ઉજવણીનો આનંદ અને સમયમર્યાદાનો તાલમેલ થતો નથી. દિવાળીના તહેવારો દરમિયાન રાતના સમયે ફટાકડા ફોડવાની પરંપરા છે.
પોલીસ પાસે ધ્વનિ પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ માપી શકાય તેવી કોઈવ્યવસ્થા નથી
દિપાવલીની રાત પડે તે પછી મધ્યરાત્રી અને વહેલી સવાર સુધી ગુજરાતમાં ફટાકડાના ધૂમધડાકા શમતાં નથી. આ પ્રકારના નવા વર્ષને આવકારવાની પરંપરા ઉપર આમ તો વિતેલા 10 વર્ષથી કાયદાકીય રીતે સમયની મર્યાદાઓ લાગુ કરવામાં આવી છે. કાયદાને માન આપીને ઘણાંખરાં નાગરિકો તેનો અમલ પણ કરે છે. છતાં અનેક સ્થળોએ મોડી રાત અને વહેલી સવાર સુધી ફટાકડા ફૂટતાં રહે છે. આવા કિસ્સામાં પોલીસ ઈચ્છા પડે ત્યારે અને ઈચ્છા પડે તેવો અમલ કરતી રહે છે. પોલીસ પાસે ફટાકડાના ધ્વનિ પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ માપી શકાય તેવી કોઈવ્યવસ્થા નથી. ઉચ્ચ અધિકારીઓ જાહેરનામા બહાર પાડવામાં આવે તે પછી અમલવારી મુદ્દે એક-બીજાને ખો આપવામાં વ્યસ્ત રહે છે અને લોકફરિયાદ આવે તે પછી પોલીસ સ્ટેશન કક્ષાએ કાર્યવાહી થતી હોય છે. કાર્યવાહી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ પછી દિવાળી દરમિયાન પણ કાયદાના બંધન વચ્ચે દિવાળીની ઉજવણીનો ઉત્સાહ છલકાઈ રહ્યો છે.