અમદાવાદની પાસપોર્ટ કચેરીમાં એક વર્ષમાં 10 ટકા જેટલા અરજદારો ઘટ્યા, 8.12 લાખ પાસપોર્ટ ઈશ્યુ કરાયા
Ahmedabad News: અમદાવાદની રિજનલ પાસપોર્ટ ઑફિસ (RPO)થી એક વર્ષમાં 8.12 લાખથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયેલા છે. આમ, દરરોજ સરેરાશ 2225 વ્યક્તિને અમદાવાદથી પાસપોર્ટ ઈશ્યુ થયા છે. સાત વર્ષમાં 45.39 લાખ પાસપોર્ટ બનાવવામાં આવ્યા છે.
એક વર્ષમાં 7.92 લાખ અરજી
અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસને વર્ષ 2023માં 8.70 લાખ, જ્યારે 2024માં 7.92 લાખ પાસપોર્ટ માટે અરજી મળી હતી. પાસપોર્ટની માગમાં થયેલા ઘટાડાનો ઉપયોગ સ્પેશિયલ પેન્ડન્સી ડ્રાઇવ દ્વારા કરાયો હતો. આ અંગે અમદાવાદના રિજનલ પાસપોર્ટ ઓફિસર અભિજિત શુક્લાએ જણાવ્યું કે, ‘વર્ષ 2024માં પાંચ સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ઉપરાંત હિંમતનગર, આણંદ, નડિયાદની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો હતો.
અરજદારની સુવિધા માટે હાથ ધરાયા પ્રયાસ
ગત વર્ષે મોબાઇલ સર્વિસ વાન પણ કાર્યરત કરવામાં આવી હતી. પાસપોર્ટ માટે અરજદારોની રાહ જોવાનો સમય ઘટે તેના માટે પૂરતા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ગત વર્ષે ઈ મેઇલ, સોશિયલ મીડિયાના માઘ્યમથી બે હજાર લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.’
અમદાવાદ-આરપીઓથી ઈશ્યુ થયેલા પાસપોર્ટ