Get The App

અમદાવાદ મ્યુનિ.ને 4 મહિનામાં નળ, ગટર, રસ્તા, કચરા અંગેની ચાર લાખ ફરિયાદો મળી

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
Bad Roads


Drainage complaints increased in Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વર્ષ 2024-24 માટે 12 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કર્યો છે. મ્યુનિ.તંત્ર અને શાસકો સ્માર્ટ સિટીની ગુલબાંગ વખતોવખત હોંકતા હોય છે. છતાં ચાર મહિનામાં નળ, ગટર  અને રસ્તાની ચાર લાખ ફરિયાદ ઓનલાઈન મળી હતી. આ ફરિયાદો પૈકી સાત ઝોનમાં ટ્રેનેજને લગતી 1.35 લાખ ફરિયાદનો સમાવેશ થાય છે. ચાર મહિનામાં સાત ઝોનમાં ચાર લાખ ફરિયાદ ઓનલાઈન મળી તો ઓફલાઈન ફરિયાદ કેટલી હશે એ અંગે તંત્રમાં કોઈ બોલવા તૈયાર નથી.

પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં તંત્ર નિષ્ફળ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નળ, ગટર અને રસ્તાની સુવિધા પુરી પાડવા પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં શહેરીજનોને પ્રાથમિક સુવિધા પુરી પાડવાના મામલે મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓની નિષ્ફળતા વખતોવખત પુરવાર થઈ રહી છે. 

અમદાવાદ મ્યુનિ.ને 4 મહિનામાં નળ, ગટર, રસ્તા, કચરા અંગેની ચાર લાખ ફરિયાદો મળી 2 - image

આ પણ વાંચો: દશેરા પર અમદાવાદમાં 50થી વધુ સ્થળે રાવણ દહન થશે, કરોડોના વાહન-જમીન-મકાન વેચાશે


શહેરના મધ્ય ઝોનમાં 50 વર્ષ જુની પાણી અને ટ્રેનેજ લાઈન આવેલી છે. વર્ષો જુની આ લાઈનો બદલવા મધ્ય ઝોનના છ વોર્ડ માટે 150 કરોડ રૂપિયાથી વધુની રકમના ટેન્ડર તંત્ર તરફથી કરવામાં આવ્યા હતા. છતાં ટ્રેનેજ અને પાણીની લાઈન બદલવાની કામગીરી કરવામાં કોઈ કોન્ટ્રાકટરે રસ નહીં બતાવતા રી-ટેન્ડર કરવાની તંત્રને ફરજ પડી હતી. 

અમદાવાદ મ્યુનિ.ને 4 મહિનામાં નળ, ગટર, રસ્તા, કચરા અંગેની ચાર લાખ ફરિયાદો મળી 3 - image

મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પાણીમાં પોલ્યુશન આવવાની ફરિયાદોના નિકાલ કરાવવાની કામગીરી કરાવવા મંજુરી માંગતી ફાઈલો અવારનવાર મુકાતી હોવાથી મ્યુનિસિપલ કમિશનરે પણ કોટ વિસ્તાર અને મધ્ય ઝોનના અન્ય વોર્ડ વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાના કાયમી ઉકેલ માટે નક્કર કાર્યવાહી કરાવવા સુચના આપી હતી. એ સુચનાનો પુરો હાલમાં પણ કરી શકાયો નહીં હોવાથી કોટ વિસ્તાર સહિત અન્ય વિસ્તારમાં હાલમાં પણ પાણીમાં પોલ્યુશન આવવા તથા ટ્રેનેજ બેક મારવાની ફરિયાદોનું પ્રમાણ સતત વધી રહયુ છે. 

ચાર મહિનાના સમયમાં 4 લાખથી વધુ ફરિયાદ

મધ્યઝોનના મ્યુનિ.તંત્ર તરફથી પુરી પાડવામાં આવતી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ શહેરીજનો 155303 નંબર ઉપર ઓનલાઈન કરતા હોય છે. પહેલી જૂનથી સાતમી ઓક્ટોબર 2024 સુધીના ચાર મહિનાના સમયમાં 4 લાખથી વધુ ફરિયાદ 7 ઝોનના રહીશો તરફથી કરવામાં આવી હતી. ડ્રેનેજ લાઈન ચોકઅપ સહિતની ફરિયાદ સૌથી વધુ કરવામાં આવી હતી. ઈજનેર વિભાગની સાત ઝોનમાં કુલ 2.11 લાખથી ફરિયાદ નોંધાઈ હતી. 

વિપક્ષનેતાએ કરેલા આક્ષેપ મુજબ શહેરીજનો તરફથી કરવામા આવતી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદો પૈકી મોટાભાગની ફરિયાદ નિકાલ કરાયા વગર બંધ કરી દેવામાં આવે છે. પ્રાથમિક સુવિધા પુરી પાડવા કરોડો રૂપિયાનો ખર્ચ કરાયા પછી પણ શહેરીજનોને સગવડ મળવાના બદલે અગવડ વધી રહી છે.

અમદાવાદ મ્યુનિ.ને 4 મહિનામાં નળ, ગટર, રસ્તા, કચરા અંગેની ચાર લાખ ફરિયાદો મળી 4 - image


Google NewsGoogle News