અમદાવાદની હવામાં ઝેર: ઘરે ઘરે વસાવવા પડશે ઓક્સિજનના બાટલા, દર વર્ષે 2500નાં મોત
10 શહેરોમાં વર્ષે ૩૩,000થી વઘુ લોકો વાયુ પ્રદૂષણના કારણે મૃત્યુ પામતા હોવાનો લાન્સેટના રિપોર્ટમાં દાવા
Ahmedabad Air pollution: દેશમાં દિવસે ને દિવસે વાયુ પ્રદૂષણ મોટી સમસ્યા બની રહ્યું છે. વધતું પ્રદૂષણ દેશવાસીઓ માટે જીવલેણ બની રહ્યું છે. આ પ્રદૂષણના કારણે નાગરિકો અનેક મોટી બીમારીઓનો ભોગ બની રહ્યા છે તેમ ધ લાન્સેટ પ્લેનેટરી હેલ્થ જર્નલમાં જણાવાયું છે. લાન્સેટના અભ્યાસ મુજબ દેશના ટોચના 10 શહેરોમાં દૈનિક મોતોમાં 7 ટકાથી વઘુ મોતનું કારણ પ્રદૂષણ છે અને વાર્ષિક ૩૩ હજાર મોત માટે પ્રદૂષિત વાતાવરણ જવાબદાર છે. પ્રદૂષણથી સૌથી વઘુ 12,000 જેટલા મોત દિલ્હીમાં, 2500નાં મોત અમદાવાદમાં થયા છે.
લાન્સેટ જર્નલના અભ્યાસ મુજબ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના માપદંડ કરતાં ઊંચું પીએમ 2.5 પ્રદૂષક તત્વ ધરાવતા ટોચના 10 શહેરોમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, પૂણે, શિમલા અને વારાણસીનો સમાવેશ થાય છે. લાન્સેટ દ્વારા વર્ષ 2008થી 2019 વચ્ચે આ અભ્યાસ કરાયો હતો. આ પ્રદૂષક તત્વોમાં વાહન અને ઔદ્યોગિક પ્રદૂષણનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મેઘ મહેર, આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
પીએમ 2.5 માઈક્રોમીટર અથવા તેનાથી નાના પ્રદૂષિત કણ શ્વાસમારફત શરીરમાં પ્રવેશી જાય છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં સ્વચ્છ હવાના માપદંડો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વચ્છ હવાના માપદંડો કરતાં વઘુ છે. જોકે અનેક શહેરોમાં નિશ્ચિત માપદંડો કરતાં વઘુ પ્રદૂષણ મોટી સમસ્યા છે.
લાન્સેટના આ અભ્યાસ મુજબ આ શહેરોમાં વાયુ પ્રદૂષણથી વાર્ષિક 33,000 કરતાં વઘુ લોકોનાં મોત થયા છે. અભ્યાસમાં જણાયું છે કે વર્તમાન ભારતીય વાયુ ગુણવત્તાના માપદંડો કરતાં નીચા વાયુ પ્રદૂષણના સ્તરથી પણ દેશમાં દૈનિક મૃત્યુદરમાં વધારો થયો છે.
'રેરા'નું પાલન ન કરતાં 1076 બિલ્ડરો પર તવાઈ, બેન્ક એકાઉન્ટ સ્થગિત કરી દેવાતા ખળભળાટ
અભ્યાસમાં જણાવાયું છે કે હવાના પ્રદૂષણના કારણે મુંબઈ, બેંગ્લુરુ, કોલકાતા અને ચેન્નઈમાં મોટી સંખ્યામાં મોત થયા છે, પરંતુ દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી પેદા થતી બીમારીઓથી વર્ષે 12,000 લોકોનાં મોત થયા છે, જે દેશમાં કુલ મોતના 11.5 ટકા છે. ટકાવારીની દૃષ્ટિએ દિલ્હી પછી સૌથી વઘુ મોત વારાણસીમાં થાય છે, જ્યાં વાર્ષિક 8૩0 લોકો પ્રદૂષણના કારણે મોતને ભેટી રહ્યા છે, જે 10.2 ટકા છે.
દિલ્હી પછી સૌથી વઘુ મોત મુંબઈમાં થયા છે, જ્યાં વર્ષે 5,091 લોકો જીવ ગુમાવે છે. એ જ રીતે બેંગ્લુરુમાં 2,100, ચેન્નઈમાં 2,900, કોલકાતામાં 4,700 અને અમદાવાદમાં અંદાજે 2500 લોકોનાં મોત થઈ રહ્યા છે. ટોચના 10 શહેરોમાં સૌથી નીચો દર શિમલામાં 59 મોતનો નોંધાયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં રાષ્ટ્રીય વાયુ ગુણવત્તાના માપદંડોને વઘુ આકરા બનાવવાની અને વાયુ પ્રદૂષણને નિયંત્રીત કરવાના પ્રયાસ બમણા કરવાની જરૂર છે.
10 શહેરોમાં ઝેરી હવાથી મોતનું વાર્ષિક પ્રમાણ
દિલ્હી | 11,964 |
મુંબઈ | 5,091 |
કોલકાતા | 4678 |
ચેન્નઈ | 2970 |
અમદાવાદ | 2495 |
બેંગ્લુરુ | 2102 |
હૈદરાબાદ | 1597 |
પૂણે | 1367 |
વારાણસી | 8૩1 |
શિમલા | 59 |