Get The App

અમદાવાદના રાણીપમાં દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર હુમલો, બે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ

Updated: Jan 18th, 2025


Google News
Google News
અમદાવાદના રાણીપમાં દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર હુમલો, બે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ 1 - image


Ahmedabad News: રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં જુહાપુરા, જમાલપુર બાદ શનિવારે (18 જાન્યુઆરી) એ.એમ.સીની ટીમ અને ગુજરાત પોલીસ રાણીપ વિસ્તારમાં દબાણ દૂર કરવા પહોંચી હતી. જોકે, ત્યાં દબાણ દૂર કરવા ગયેલી પોલીસ અને મનપાની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એ.એમ.સીના અધિકારીએ હુમલો કરનારા પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના પોશ વિસ્તારમાં ઉઘાડી તલવાર સાથે અસામાજિક તત્ત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ

શું હતી સમગ્ર ઘટના? 

અમદાવાદના રાણીપમાં રવિવારે (18 જાન્યુઆરી) રામજીભાઈ ખાડિયાની ચાલીમાં એ.એમ.સી અને પોલીસની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી. જ્યાં દબાણ દૂર કરવા ગયેલી પોલીસ અને મનપાની ટીમ પર સ્થાનિક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દબાણ દૂર ન કરવા દેવાના પ્રયાસ રૂપે સ્થાનિકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ સિવાય પી.એસ.આઈનો કોલર પકડી મારી નાંખવાની ધમકી આપી હતી. તો કેટલાક પરિવારજનોએ આત્મહત્યાની પણ ધમકી આપી હતી. 

આ પણ વાંચોઃ દારુ પહોંચાડવાની નવી મોડસ ઓપરેન્ડી: ટેમ્પોની અંદર જનરેટર જેવી બોડીમાં છુપાવી હતી 578 પેટી

પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરી તપાસ

સમગ્ર મામલે એ.એમ.સીના ટીડીઓ ઇન્સ્પેક્ટર કેતન પ્રજાપતિ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં એ.એમ.સી ટીમની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવી તેમજ હુમલો કરવાના મામલે બે મહિલા સહિત કિરણ ઠાકોર, આશિષ ઠાકોર, કાંતિજી ઠાકોર એમ કુલ પાંચ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલો થાળે પડી ગયા બાદ તંત્ર દ્વારા ફરી દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

Tags :
AhmedabadAhmedabad-DemolitionRanip

Google News
Google News