ન્યુયોર્કની હડસન હાઈલાઈન જેવું બનશે અમદાવાદનું રેલવે સ્ટેશન, કાયાપલટ પાછળ ખર્ચાશે 4000 કરોડ
ત્રણ લાખ મુસાફરોને ધ્યાને રાખીને સ્ટેશનની ડિઝાઈન નક્કી કરવામાં આવી
16 માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનાવવામાં આવશે
Kalupur Railway Station Redevelopment : અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક સાથે તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરી એકવાર આ જ સ્ટેશનને 4 હજાર કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કરાયો છે. આ સ્ટેશનની ડિઝાઇન ન્યુયોર્કના હડસન હાઇલાઇન પાર્ક પરથી તૈયાર કરવામાં આવી છે. સ્ટેશન પર બુલેટ ટ્રેન, મધ્યમાં પશ્ચિમ રેલવેની ટ્રેનો અને જમીનમાં મેટ્રોટેન હશે. આગામી 26મી તારીખે વડાપ્રધાન મોદીની લીલીઝંડી મળ્યા બાદ પહેલા ફેઝની કામગીરી શરુ કરવામાં આવશે. અત્યારનું કાલુપુર રેલવે સ્ટેશન સંપૂર્ણ ડિમોલિશન કરીને નવું બનાવવામાં આવશે.
મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનાવવામાં આવશે
આ ઉપરાંત 16 માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનાવવામાં આવશે. જેમાં પહેલા 6 માળમાં પાર્કિગ, જેની ઉપર 4થી 5 માળમાં રેલવે ઓફિસર્સની ઓફિસ અને બાદમાં તેની ઉપરના તમામ માળ મુસાફરો માટે હોટલો હશે. આ સિવાય નવા સ્ટેશનમાં ગાર્ડન, મોલ સાથે એલિવેશન રોડ બનશે. હેરટિજ લુકને યથાવત રાખી 20 એકર વિસ્તારંમાં ગ્રીન સ્પેસ રાખી નવો જ આપવામાં આવશે. કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજને જોડતા 10 મીટર ઉંચો એક એલિવેટેડ રોડ પણ બનાવવામાં આવશે. જેથી ટ્રાફિકની સમસ્યા નીવારી શકાય.
નવા સ્ટેશનમાં ટ્રેકની સંખ્યા વધારવામાં આવશે
કાલુપુર સ્ટેશન પર હાલમાં દરરોજ 1.5 લાખ મુસાફરોની અવર જવર છે. આગામી સમયમાં ત્રણ લાખ મુસાફરોને ધ્યાને રાખીને સ્ટેશનની ડિઝાઈન નક્કી કરવામાં આવી છે. નવા સ્ટેશનની આ આખો પ્રોજેક્ટ એરીયા 35 એકરનો છે. હાલ જે સ્ટેશન છે તે ગ્રાઉન્ડ ફ્લોર પર છે. નવા સ્ટેશનમાં એરાઈવલ અને ડિપાર્ચર આખી અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવશે. સ્ટેશન પર બુલેટ ટ્રેન, મધ્યમાં પશ્ચિમ રેલવેની ટ્રેનો અને જમીનમાં મેટ્રોટેન હશે. નવા સ્ટેશનમાં ટ્રેકની સંખ્યા વધારવામાં આવશે. પહેલા ફેઝ માટે રૂપિયા 2400 કરોડ ફાળવવામાં આવ્યા છે.