Get The App

કારને મોડીફાઇ કરીને ડીપર અને દરવાજામાં છુપાવેલો દારૂ જપ્ત કરાયો

બોડકદેવ પોલીસે સોલા બ્રીજ પાસેથી કારને ઝડપી

ઝડપાયેલા સ્થાનિક બુટલેગરે કારમાં અગાઉ અનેકવાર રાજસ્થાનથી દારૂની ખેપ લગાવ્યાની શક્યતા

Updated: Mar 12th, 2025


Google News
Google News
કારને મોડીફાઇ કરીને ડીપર અને દરવાજામાં છુપાવેલો દારૂ જપ્ત કરાયો 1 - image

અમદાવાદ,બુધવાર

પોલીસથી બચવા સોલામાં રહેતા એક સ્થાનિક બુટલેગરે તેની કારમાં દરવાજા અને ડીપરની લાઇટમાં ખાસ ખાના બનાવીને દારૂ સપ્લાય શરૂ કર્યાની બાતમીને આધારે બોડકદેવ પોલીસે  તેને ઝડપીને દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તે રાજસ્થાનથી દારૂની નિયમિત રીતે ખેપ લગાવતો હતો.  શહેરના થલતેજ વિસ્તારમાં બુધવારે બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઇ એ એસ પટેલ અને તેમનો સ્ટાફ ઝાયડસ ચાર રસ્તા પાસે પેટેલીંગમાં હતા ત્યારે એક  સફેદ રંગની સ્ક્રોપિયો કાર લઇને જતા મનુ નિનામા નામા વ્યક્તિને શંકાને આધારે રોકીને તપાસ કરી હતી.

કારને મોડીફાઇ કરીને ડીપર અને દરવાજામાં છુપાવેલો દારૂ જપ્ત કરાયો 2 - imageપરંતુ, કારમાં કોઇ વાંધાજનક ચીજવસ્તુ મળી નહોતી. પરંતુ, તેના દરવાજામાં શંકા જતા પોલીસે તપાસ કરતા શંકા જતા તેણે તપાસ કરી હતી. જેમાં છુપાવેલી દારૂની બોટલો મળી આવી હતી. બાદમા ંતપાસ કરતા હેડલાઇટમાં બનાવેલા ખાનામાંથી પણ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આમ કુલ ૪૦૦ બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરાયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે દારૂની હેરફેર કરવા માટે કારમાં ખાસ મોડીફિકેશન કરવામાં આવ્યું હતું અને અનેક વાર રાજસ્થાનથી દારૂની ખેપ લગાવવામા ંઆવી હતી. આ અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


Tags :
ahmedabad-police-seized-IMFL-from-car-in-Thaltej-area-of-Ahmedabad

Google News
Google News