Get The App

અમદાવાદ પોલીસે આંબાવાડી-ભુદરપુરા રોડ પર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને 300 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

Updated: Jan 30th, 2025


Google News
Google News
અમદાવાદ પોલીસે  આંબાવાડી-ભુદરપુરા રોડ પર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને 300 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો 1 - image


Ahmedabad Liquor Raid : ડીસીપી ઝોન-7ના સ્ટાફે આંબાવાડી વિસ્તારમાં એક શંકાસ્પદ કારનો પીછો કરીને તેમાંથી 300 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જો કે કારચાલક આંબાવાડી ભુદરપુરા રોડ પર ટ્રાફિકમાં ફસાતા ફરાર થઇ ગયો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 ટ્રાફિકમાં કાર ફસાતા કાર ચાલક ફરાર થઇ ગયો : ડીસીપી ઝોન-7 ના સ્ટાફને દારૂની ડીલેવરીની બાતમી મળી હતી

ડીસીપી ઝોન-7 શિવમ વર્માના સ્ટાફના પીએસઆઇ વાય.પી.જાડેજા અને તેમના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે  એલિસબ્રીજ કલ્યાણ જ્વેલર્સ તરફથી એક કાર આવી રહી છે. જેમાં દારૂનો મોટો જથ્થો છે. જે બાતમીને આધારે પોલીસે રાતના સાડા નવ વાગે વોચ ગોઠવીને એક શંકાસ્પદ કારના ચાલકને ઉભા રહેવાની સુચના આપી હતી. પરંતુ, તેણે પુરઝડપે શ્રેયસબ્રીજ બ્રીજ તરફ હંકારી મુકી હતી. જો કે ભુદરપુરા રોડ પર ટ્રાફિક હોવાથી કારચાલક ત્યાં જ કારને મુકીને નાસી ગયો હતો. પોલીસે તપાસ કરતા કારમાં વિદેશી દારૂની 300 જેટલી બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે કાર રજીસ્ટ્રેશન નંબર અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Tags :
AhmedabadAhmedabad-PoliceAhmedabad-Crime-BranchLiquor-RaidLiquor-SmugglingCrimeAmbawadi

Google News
Google News