Get The App

બોડકદેવમાં મસાજ પાર્લર આડમાં ચાલતું દેહવિક્રયનું કૌભાંડ ઝડપાયું

નિયમિત ગ્રાહકો માટે મેમ્બરશીપ રાખવામાં આવી હતી

પોલીસને મસાજ સેન્ટરમાંથી બે યુવતીઓ મળી આવી

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
બોડકદેવમાં મસાજ પાર્લર આડમાં ચાલતું દેહવિક્રયનું કૌભાંડ ઝડપાયું 1 - image

અમદાવાદ,ગુરૂવાર

મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવિક્રયના ધંધા સામે અગાઉ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે ફરીથી મસાજ પાર્લરના નામે ફરીથી દેહવિક્રયનો કારોબાર શરૂ થઇ ગયો છે. ડીસીપી ઝોન-૭ના સ્ટાફે સિંધુભવન રોડ પર આવેલા એક  સ્પા સેન્ટરમાં દરોડો પાડીને ત્રણ લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. ડીસીપી ઝોન-૭ના સ્ક્વોડના સ્ટાફના પીએસઆઇ વાય પી જાડેજા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે સિંધુભવન રોડ પર આવેલા સિલ્વર રેડિયમ કોમ્પ્લેક્સના બીજા માળ સ્થિત ઓઝોન સ્પામાં મસાજના નામે દેહ વિક્રયની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં બે યુવતીઓ મળી આવી હતી. જેમની પાસેથી મસાજના નામે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. પોલીસે આ અંગે  સ્પા સેન્ટરના મેનેજર કૈલાશ ભારતી (રહે. આદિત્ય આવાસ, નારોલ ) અને સંચાલક અયાન રંગરેજ તેમજ તેના ભાઇ મોહસીન રંગરેજ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. પોલીસને તપાસ કરતા સ્પા સેન્ટરમાં મેમ્બરશીપના નામે આવતા ગ્રાહકોની વિગતો પણ મળી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News