Get The App

બાળકો માટે પોલીસ દ્વારા યોજેલા રક્તદાન કેમ્પમાં 378 બોટલ રક્ત એકત્ર કરાયું

થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સોલા અને વાડજ પોલીસે રક્તદાન કેમ્પ યોજ્યો

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના એકત્ર કરેલુ રક્ત અપાયુ

Updated: Mar 23rd, 2025


Google News
Google News
બાળકો માટે પોલીસ દ્વારા યોજેલા  રક્તદાન કેમ્પમાં 378 બોટલ રક્ત એકત્ર કરાયું 1 - image

અમદાવાદ, રવિવાર

અમદાવાદ શહેર પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થા  માટે સતત ખડેપગે રહે છે. સાથેસાથે સમાજ પ્રત્યે પણ તેની ફરજ નિભાવે છે. જેમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે અમદાવાદ પોલીસ મુસ્કાન માટે રક્તદાન અભિયાન અંતર્ગત કેમ્પ યોજે છે. બાળકો માટે પોલીસ દ્વારા યોજેલા  રક્તદાન કેમ્પમાં 378 બોટલ રક્ત એકત્ર કરાયું 2 - imageજે અંતર્ગત સોલા પોલીસ  સ્ટેશન દ્વારા  યોજવામાં આવેલા કેમ્પમાં  ડીસીપી તેમજ પીઆઇ કે એન ભુકણ સહિતના સ્ટાફે હાજર રહીને કુલ 218 બોટલ રક્તદાન મેળવ્યું હતું. બાળકો માટે પોલીસ દ્વારા યોજેલા  રક્તદાન કેમ્પમાં 378 બોટલ રક્ત એકત્ર કરાયું 3 - imageઆ ઉપરાંત, વાડજ પોલીસે પણ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મુસ્કાન માટે રક્તદાન અભિયાન હેઠળ યોજેલા કેમ્પમાં 157 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. જેમાં પીઆઇ સી પી જોષી સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.


Tags :