Get The App

અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ

Updated: Mar 29th, 2025


Google News
Google News
અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ 1 - image


38 policemen transfer : ગુજરાતમાં મોટાપાયે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરના 38 પોલીસકર્મીઓની ક્રાઇમ અને ટ્રાફિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. પોલીસ કમિશ્નર આ કાર્યવાહીથી પોલીસબેડામાં ખળભળાટ શરુ થઈ ગયો છે.  ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજ્યના 25 IPS અધિકારીની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. 

અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ 2 - imageઅમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ 3 - imageઅમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ 4 - image

215 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ હતી

થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરાઈ હતી. સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ 215 પોલીસ કર્મચારીઓના બદલીના આદેશ આપ્યા હતા. જેમાં કેટલાકની સ્વવિનંતીથી બદલી કરવામાં આવી હતી તો કેટલાક કર્મીની જાહેર હિતમાં બદલી કરવામાં આવી હતી.

Tags :