રાજ્યના બે IPS એક IAS કેન્દ્રમાં: અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક કેન્દ્રમાં એમ્પેનલ્ડ
Ahmedabad Police Commissioner GS Malik : કેન્દ્ર સરકારે કરેલા એમ્પેનલ્ડના આદેશોમાં ગુજરાત કેડરના બે આઇપીએસ અને એક આઈએએસ અધિકારીનો સમાવેશ થાય છે, જે અનુસાર ગુજરાતના 1993ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક કેન્દ્રમાં ડાયરેક્ટર જનરલ એને ડાયરેક્ટર જનરલની સમકક્ષ પોસ્ટ પર એમ્પેનલ્ડ થયાં છે.
એવી જ રીતે 1996ની બેચના નરસિંમ્હા કોમર પણ એડીડી અથવા તેની સમકક્ષ પોસ્ટ માટે એમ્પેનલ્ડ થયાં છે. જ્યારે 1991ની બેચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી જયંતિ રવિનું સેક્રેટરી અથવા તેની સમકક્ષ પોસ્ટ માટે એમ્પેલન્ડ થયું છે.
રાજ્ય સરકારે બે સનદી અધિકારીઓની બદલી કરી છે અને એક અધિકારી વિદેશની સેવામાંથી પાછા ફર્યા છે, જો કે તેમનું હવે પછી પોસ્ટીંગ થવાની સંભાવના છે. ગુજરાત ક્લાયમેટ ચેન્જ વિભાગના એડિશનલ સેક્રેટરી બીએચ તલાટીની બદલી સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ, અમદાવાદના સ્પેશ્યલ ડાયરેક્ટર તરીકે કરી છે.
આ જગ્યાએ આઈએએસ અધિકારી વિશાલ ગુપ્તા વધારાનો ચાર્જ સંભાળતા હતા, તેમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે સંયુક્ત મુખ્ય ચૂંટણી
અધિકારી પી. ડી. પલસાણાની બદલી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને સંયુક્ત સચિવપદે કરવામાં આવી છે. તેમનો ચૂંટણી અધિકારીનો કાર્યકાળ પુરો થઈ ગયો હોવાથી આ બદલી કરવામાં આવી છે.
બીજી તરફ ગુજરાત કેડરના 2004ની બેચના અધિકારી રાજેન્દ્રકુમાર તેમની વિદેશની સેવામાંથી પાછા ફર્યા છે અને રાજ્યના સામાન્ય વહીવટ વિભાગને રિપોર્ટ કર્યો છે. હવે તેમને રાજ્ય સરકારની સેવામાં પાછા લેવામાં આવશે. વિશ્વબેન્કમાં કામ કર્યા પહેલાં તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતા હતા.