તાંત્રિક વિધિથી ચાર ગણા રૂપિયા કરવાનું ષડયંત્ર: ફેક્ટરી માલિકની હત્યા કરે તે પહેલા ભુવો ઝડપાયો
Ahmedabad Crime: અમદાવાદમાં તાંત્રિક દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચે એક ફેક્ટરીનાસ માલિક સાથે ષડયંત્ર રચ્યું હતું. ફેક્ટરીના માલિકે તાંત્રિક વિધિના નામે સોડિયમ નોઇટ્રેટ નેનો 3 પીવડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તાંત્રિક વિધિ કરી લોકોને મૂરખ બનાવતા આ આરોપીની ઓળખ નવલસિંહ ચાવડા તરીકે થઈ છે. આ આરોપી ખુદને મહાણી મેલડી માતાનો ભુવો કહેતો હતો. આરોપીએ તાંત્રિક વિધિના નામે ફેક્ટરીના માલિકની લૂંટ કરી હતી અને બાદમાં હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.ધૂળિયા અને તેમની ટીમ સમયસર પહોંચી જતા ફેક્ટરીના માલિકનો આબાદ બચાવ થયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચોંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતે ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચ આપી હતી. ભુવાીએ ફેક્ટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને પ્રવાહી પદાર્થમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ફેક્ટરીના માલિકની હત્યા કરી ભુવા સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતાં તે સમયસર ઘટના સ્થળે પહોંચી અને ફેક્ટરીના માલિકનો જીવ બચાવી લીધો હતો.
પોલીસે બચાવ્યો જીવ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી ભુવો મૂળ વઢવાણનો રહેવાસી છે અને થોડા દિવસ પહેલાં અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યો છે. આરોપી વઢવાણમાં મહાણી મેલડી માતાનો મઢ આવેલો છે. ત્યાં ભુવા તરીકે તાંત્રિક વિધિ કરતો હતો. એટલું જ નહીં, આ ભુવો યુ-ટ્યુબ પર મોજે મસાણી નામની ચેનલ બનાવી છે. જેમાં તાંત્રિક વિદ્યા કરતા વીડિયો પણ શેર કરવામાંઆવે છે. જોકે, ભુવાની ચાલમાં ફસાયેલો ફેક્ટરીનો માલિક તેનો કૌટુંબિક સંબંધિ થતા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ ભુજના સ્મૃતિવનનો દુનિયાના ટોપ ત્રણ સુંદર સંગ્રહાલયમાં સમાવેશ, યુનેસ્કો ખાતે અપાયો એવોર્ડ
પોલીસ તપાસમાં થયો ઝેરી પદાર્થનો ખુલાસો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ભુવો ક્રાઇમ પેટ્રોલ શો વધારે જોતો હતો અને તેનાથી પ્રેરણા મેળવી આરોપી નવલસિંહ ચાવડાએ સોડિયમ નાઇટ્રેટ નેનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સોડિયમ નાઇટ્રેટ કોઈ બહારની લેબમાંથી ખરીદ્યુ હતું. સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરીને સોડિયમ નાઇટ્રેટ પાવડર કબજે કરી એફએસલની મદદ લઈ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, આરોપી નવલસિંહે ફેક્ટરીના માલિક પાસેથી 15 લાખના રોકાણ પર ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી.