કોલ્ડપ્લેને લઈને રિક્ષાચાલકોનો મોટો નિર્ણયઃ 1 લાખ રિક્ષા સ્ટેન્ડ બાય, વધુ ભાડું ન વસૂલવા અપાઈ સૂચના
Ahmedabad Coldplay: સંગીત રસિયાઓ જેની કાગડોળે રાહ જોતા હતાં તે કોલ્ડપ્લે કોન્સર્ટ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવવાનો છે. 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનારા કોન્સર્ટમાં દેશભરના ચાહકોને તકલીફ ન પડે તે માટે રિક્ષાચાલકોએ પણ ખાસ નિર્ણય લીધો છે. યુનિયન તરફથી તમામ રિક્ષાચાલકોને વધુ ભાડું ન વસૂલવા તેમજ મુસાફરોની સુવિધાને પ્રાધાન્ય આપવાની અપીલ કરવામાં આવી છે.
એક લાખ રિક્ષા સ્ટેન્ડ બાય રાખવામાં આવી
નોંધનીય છે કે, કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને અત્યારથી જ ટેક્સી બુકિંગ ફુલ થઈ ગયું છે. એવામાં અમદાવાદના રિક્ષા યુનિયન દ્વારા 1 લાખ રિક્ષાને સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે. આ સિવાય યુનિયન દ્વારા મુસાફરોને અગવડતા ન થાય તે માટે પરિપત્ર જાહેર કરી રિક્ષાચાલકોને ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Coldplay બૅન્ડના ક્રિસ માર્ટિને અમદાવાદના રસ્તાઓ પર સ્કૂટર પર મારી લટાર, જુઓ Video
વધુ ભાડું ન વસૂલવાનું સૂચન
અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણાએ આ વિશે વાત કરતાં કહ્યું કે, 25-26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજવામાં આવ્યો છે. જેને લઈને અમદાવાદ સહિત અનેક રાજ્યમાંથી મુસાફરો આવવાના છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં મુસાફરો માટે પૂરતા પ્રમાણમાં બસ અને મેટ્રોની સુવિધા પૂરી ન પડી રહે ત્યારે રિક્ષા એકમાત્ર એવું સાધન છે, જે મુસાફરોને છેક ઘરેથી સુરક્ષિચ લઈ જઈ પરત ઘર આંગણે જ સુરક્ષિત ઉતારી શકે. ત્યારે અમારા સાથે જોડાયેલા તમામ 2 થી અઢી લાખ રિક્ષાચાલકો દ્વારા મુસાફરોને અગવડતા ન પડે તે માટેની સુવિધા કરવામાં આવી છે. આ સાથે જ તમામને વધુ ભાડું ન વસૂલવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.'
આ પણ વાંચોઃ આજથી કોલ્ડપ્લેનો હોટ ફીવર, 2 દિવસમાં દેશ-વિદેશના 2 લાખથી વધુ ચાહકો અમદાવાદ પહોંચ્યા
અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25-26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. બે દિવસીય કોન્સર્ટની મોજ માણવા આશરે 2 લાખથી વધુ લોકો ઉમટશે, ત્યારે કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ સહિત NSG કમાન્ડો દ્વારા જડબેસલાક સુરક્ષા તૈનાત કરાશે. આ સાથે લોકોના સ્વાસ્થ્ય સંભાળ માટેની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.