Get The App

અમદાવાદમાં વાહનોને આગ ચાંપનાર મહિલાની ધરપકડ, CCTVના આધારે ઓઢવ પોલીસે પકડી પાડી

Updated: Apr 2nd, 2025


Google News
Google News
અમદાવાદમાં વાહનોને આગ ચાંપનાર મહિલાની ધરપકડ, CCTVના આધારે ઓઢવ પોલીસે પકડી પાડી 1 - image


Ahmedabad Odhav Fire Update: અમદાવાદના ઓઢવમાં ડિટેઇન કરેલા વાહનોમાં આગ લાગવાની ઘટનામાં પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે વાહનોમાં રમીલાબહેન નામની મહિલાની ધરપકડ કરી છે. સીસીટીવી અને સ્થાનિક પૂછપરછના આધારે પોલીસે કાર્યવાહી કરી છે.

ઓઢવ પોલીસે મહિલા આરોપીની કરી ધરપકડ

મળતી માહિતી મુજબ, અમદાવાદ રીંગરોડ પર ઓઢવ બ્રિજ નીચે સોમવારે (31 માર્ચ) સવારે વાહનોમાં આગ લાગી હતી. જેમાં 33 વાહનો બળીને ખાક થઈ ગયા હતાં. આ મામલે ઓઢવ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં વિવિધ સીસીટીવી અને સ્થાનિકો સાથે પૂછપરછ બાદ પોલીસે વાહનોમાં આગ લગાડનાર રમીલાબહેન નામના આરાપીની ધરપકડ કરી છે. 

આ પણ વાંચોઃ રાજકોટ જે. કે. કોટેજ અગ્નિકાંડ અંગે મોટો ખુલાસોઃ RUDA અને GPCBની મંજૂરી વિના ધમધમતી હતી ફેક્ટરી

કચરાના ઢગલામાં લગાવી હતી આગ

આ વિશે આરોપી રમીલાબહેને પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, વાહનોની નજીકમાં  કચરાના ઢગલો હતો, જેમાં આગ લગાડવામાં હતી. બાદમાં પવનના કારણે આગના તણખલાં વાહનોમાં ઉડતાં વાહનોમાં આગ લાગી હતી. જોકે, આગ વધતા ગભરાઈને ત્યાંથી ભાગી ગયા હતાં. જોકે, આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ડીસા અગ્નિકાંડમાં મોટો ખુલાસો, શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા લવાયા હતા, પરિજનો આઘાતમાં

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે સોમવારે (31 માર્ચ) વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનો પાર્ક કરવામાં આવ્યા હતાં. અચાનક આ વાહનોમાં આગ લાગવાથી ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી મળી. પરંતુ, ડિટેઇન કરેલાં 22 વાહનો અને પાર્ક કરેલા અન્ય 11 વાહનો બળીને ખાક થઈ ગયા હતાં. 


Tags :